અમરેલી

બાઢડા ગામની શ્રી એન. એચ વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ કલા મહોત્સવમાં ઝળક્યા

SVS કક્ષા કલા મહોત્સવ 2025માં શ્રી એચ એન વિરાણી હાઇસ્કુલ બાઢડાના વિદ્યાર્થીઓની સિદ્ધિ 

એસ.વી એસ .કક્ષાના કલા મહોત્સવમાં 2025 શ્રી જે.એન. મહેતા હાઇસ્કુલ ખાંભામાં યોજાયો હતો જેમાં અલગ અલગ સ્પર્ધામા શ્રી એચ એન વિરાણી હાઇસ્કુલ બાઢડાના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ દેખાવ પ્રાપ્ત કરી નંબરો પ્રાપ્ત કર્યા હતા. માધ્યમિક વિભાગ

 તબલાવાદનમાં વાઘેલા કાર્તિક અશોકભાઈ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો

બાળ કવિમાં

મંડળોય સંદીપ મહેશભાઈ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો 

ગાયન વિભાગ 

નાકરાણી વિધિ તૃતીય નંબર પ્રાપ્ત કર્યો. ઉચ્ચતર માધ્યમિક વિભાગ 

બાળ કવિ 

ખટાણા રાધી ભગવાનભાઈ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો 

તબલા વાદન 

હેલૈયા સાગર દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો 

ચિત્ર સ્પર્ધા 

દુધરેજીયા મીનાક્ષી તૃતીય નંબર પ્રાપ્ત કર્યો 

આ દરેક વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય મયુરભાઈ બગડા સાહેબ તથા શાળાના પ્રમુખ અને સાવરકુંડલા તાલુકાના પૂર્વ ધારાસભ્ય  કાળુભાઈ વિરાણી દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને આ વિદ્યાર્થીઓ આગળ પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી અને તૈયાર કરાવનાર શિક્ષકોને પણ અભિનંદન આપ્યા હતા

Related Posts