અમરેલીની જાણીતી અને આધુનિક સુવિધાઓથી સજ્જ શ્રી ધર્મજીવન હોસ્પિટલે તબીબી ક્ષેત્રે એક અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે. હોસ્પિટલના નિષ્ણાત ઓર્થોપેડિક સર્જન ડા. હરકેશ ઝાલાવાડીયા દ્વારા ૧૦૫ વર્ષના અતિવૃદ્ધ દર્દી લાભુબેન ધરમશીભાઈ સાંગાણીના ગોળાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ જટિલ સર્જરી માત્ર સફળતાપૂર્વક પાર પાડવામાં જ નથી આવી, પરંતુ તે કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) હેઠળ સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવી છે, જેણે ગુણવત્તાયુક્ત સારવારને સમાજના દરેક સ્તર સુધી પહોંચાડવાના ઉદ્દેશને સાર્થક કર્યો છે. પડી જવાના કારણે લાભુબેનને ગોળાના ભાગે ગંભીર ફ્રેક્ચર થયું હતું. આટલી મોટી ઉંમરે કોઈપણ સર્જરી, ખાસ કરીને ગોળાનું ઓપરેશન, અત્યંત જોખમી અને પડકારરૂપ ગણાય છે. જોકે, ડા. ઝાલાવાડીયાએ તેમની વર્ષોની નિપુણતા અને અનુભવના આધારે દર્દીના તમામ મેડિકલ પરિમાણોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો હતો. તેમણે હોસ્પિટલના અત્યાધુનિક ઓપરેશન થિયેટર (Modular OT) અને અનુભવી એનેસ્થેટિસ્ટ તથા પેરામેડિકલ સ્ટાફની મદદથી આ કઠિન સર્જરીને સફળતાપૂર્વક પાર પાડી હતી.
અમરેલીમાં આયુષ્યમાન ભારત યોજના હેઠળ ૧૦૫ વર્ષિય દર્દીના ગોળાનું સફળ ઓપરેશન

















Recent Comments