પ્રવર્તમાન પરિસ્થિતિના અનુસંધાને અમરેલી જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પ્રતિક કુંભાણીએ નાગરિકોને અફવાઓથી સાવચેત રહેવા અપીલ કરી છે. તેમણે વીડિયો સંદેશ દ્વારા જણાવ્યું છે કે, અમરેલી જિલ્લાના તમામ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લામાં ક્યાંય પણ પેટ્રોલ-ડીઝલની અછત નથી અને તમામ પેટ્રોલ પંપ પર રાબેતા મુજબ ઇંધણનું વિતરણ ચાલુ છે. તેથી નાગરિકોએ અફવાઓના આધારે ગભરાટમાં આવીને પેટ્રોલ-ડીઝલનો જથ્થો વધારે માત્રામાં સંગ્રહ ન કરવો. જિલ્લા પુરવઠા અધિકારીશ્રીએ નાગરિકોને શાંતિ અને સંયમ રાખી નિયમિત જરૂરિયાત મુજબ જ પેટ્રોલ-ડીઝલ ભરાવવાની અપીલ કરી છે.
















Recent Comments