દામનગર પંથક ને પૂરતા પ્રમાણ માં લાંબા રૂટ ની પરિહવન સેવા માટે રૂટ વાઇઝ વિગતે પત્ર પાઠવી માંગ કરી આંતર રાજ્ય અને સ્ટેટ હાઇવે ઉપર ના અમુક ચોક્કસ રૂટ ને વાયા દામનગર પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા સુધી દોડાવવા ની વાત નો ઉડાવ જવાબ એસ ટી પરિહવન વિભાગે આંતર રાજ્ય રૂટ નું સાંધણ રૂપ સુરત અમદાવાદ થી મળી શકે ની સૂફીયાણી સલાહ આપી અને વાહન વાહન વહેવાર કચેરી એ એસ ટી ને પોષણ રૂપ મુસાફરો મળતા ન હોવા નો એકરાર કર્યો એસ ટી પોષણ માટે ચાલે છે કે સેવા માટે ? લાંબા રૂટ ની અમરેલી થી રાજકોટ ભાવનગર અમદાવાદ કે અમરેલી સુધી આવતી અન્ય રૂટ ની દરેક એસ ટી રાજકોટ ભાવનગર હાઇવે ઉપર ઢસા થી પસાર થાય તેમ ની અમુક સવાર સાંજ એક બે એસ ટી દામનગર દોડવાય તો મુસાફરો માટે આશીર્વાદ બને પણ તંત્ર એ પોષણ રૂપ મુસાફર અને સાંધણ રૂપ એસ ટી ની સૂફીયાણી સલાહ પત્ર પાઠવી ને આપી હતી
પરિવહન તંત્ર ની સૂફીયાણી દામનગર પંથક ને પૂરતા પ્રમાણ માં પરિવહન માટે માંગ કરતા જાગૃત નાગરિક જેરામ પરમાર ને તંત્ર નો વિચિત્ર જવાબ

Recent Comments