અમરેલી

સુખનાથ મંદિર ચોક યુવક મંડળ, ચંદુભાઈ સંઘાણી મીત્રમંડળ દ્રારા

પ્રકૃતિ પ્રેમી-વિકાસ ગૃહની દિકરીઓના પાલક પિતા, જીલ્લા બેંકના મેનેજીંગ ડીરેકટર

સ્વ.ચંદુભાઈ સંઘાણીના મોક્ષાર્થે ભાગવત કથા

તૈયારીને આખરી ઓપ આપતા આયોજકો

સુખનાથ પરા, લીલીયા રોડ, અમરેલી ખાતે તા.૨૮/૦૪/૨૦૨૫ થી તા.૦૪/૦૫/૨૦૨૫ રાત્રિના વિવિધ કાર્યક્રમો, સંતો-મહંતો- રાજદ્વારીઓ ઉપસ્થિત રહેશે

ધર્મપ્રિય જનતાને ઉપસ્થિત રહેવા જાહેર નિમંત્રણ

સેવા પરમ હિતકારી.. સુત્રને જીવનના અંતિમશ્વાસ સુધી નિભાવી સેવા જયોત પ્રગટાવી, ભરખીયાદાદાના પરમ ભકત ચંદુભાઈની ધર્મપરાયણતાનો ભાગ બન્યો. પ્રકૃતિ-પક્ષીઓ સાથેનો અલગારી લગાવ સૌ કોઈને આર્કપતો. ચકલીના આશિક તરીકે ઉભરી ચકેલા ચંદભાઈ ચકલીના અસ્તિત્વ અને જતન માટે ઝુંબેશ હાથ ધરી ચકલીઓના માળાઓનું નિરંતર વિતરણ કરતા રહયા, પક્ષીઓને કુદરતી ખોરાક મળી રહે તેવા ઉપયોગી વૃક્ષો ઉમરો, વડ, પીપર જેવા વૃક્ષો વાવવા, રોપા વિતરણ અને જનજાગૃતિ નું અદભુત કાર્યની કેડી કંડારી. નારી શકિત તરીકે અનુકંપા ધરાવતા ચંદ્રભાઈ નિરાધાર બાળાઓ અને વેદનાઓથી ઘેરાએલી મહિલાઓથી દ્રવી ઉઠતા અમરેલીની મહિલા વિકાસ ગૃહની બાળાઓની સંભાળ લેવાનું કામ એક પિતાની જેમ કરતા . સંસ્થાની દિકરીઓમાં “પાલક પિતા” તરીકે અનેક દિકરીઓના કન્યાદાન પણ કર્યા. પ્રકૃતિ રક્ષક અને ઉત્સવ પ્રિય આત્મા એવા સ્વ.ચંદુભાઈ એ રકતદાન પ્રવૃતિને પ્રોત્સાહન આપવા અને લોહીના અભાવે

Related Posts