ભાવનગરમાં મહાનગર અને જિલ્લામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 7 સમર યોગ કેમ્પ માં 800 થી વધુ બાળકો
મેદસ્વિતા મુક્ત ગુજરાત નિર્માણ માં જોડાયા હતા.
ભાવનગરમા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કો-ઓર્ડીનેટર હેતલબેન કાછડીયા અને હેતલબેન પટેલના માર્ગદર્શનમાં 7
અલગ અલગ સ્થળ પર હાદાનગર , બોરતળાવ, ઘોઘા સર્કલ, ભરત નગર, રૂવા ગામ, પાલીતાણા, મહુવા ખાતે 15
દિવસના સમર યોગ કેમ્પનું સમાપન થયું હતું. 800 થી વધુ બાળકોએ ઉત્સાહભેર કેમ્પમાં ભાગ લીધો હતો. યોગ,
આસન, પ્રાણાયામ અને ગીતાજીના શ્લોક, ધ્યાન વિશેનો વિશેષ અભ્યાસ કરી બાળકોમાં સારા સંસ્કારો અને ઉજ્જવળ
કારકિર્દી બનાવવા અંગે પણ માર્ગદર્શન પ્રાપ્ત કરાયું હતું. પ્રચારક શ્રી જીગ્નેશભાઈ પટેલ દ્વારા નિરક્ષણ કરવામાં
આવેલ હતું.
ભાવનગર જિલ્લામાં યોજાયેલ સમર યોગ કેમ્પ નું સમાપન 7 સમર યોગ કેમ્પ માં 800થી વધુ બાળકો જોડાયા

Recent Comments