ગુજરાતના સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને ભાવફેર અને બોનસ આપવાને લઈને સુમુલ ડેરીએ મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. જેમાં સુમુલ ડેરીના ચેરમેન દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, પશુપાલકોને કિલોગ્રામ ફેટ દીઠ ૧૨૦ રૂપિયા બોનસ આપવામાં આવશે. આ જાહેરાતથી ખેડૂતો અને પશુપાલકોની આવકમાં વધારો થશે.
આ બાબતે સુમુલ ડેરીના ડિરેક્ટરે જણાવ્યું હતું કે, ‘ખેડૂતો અને પશુપાલકોની આવકમાં વધારો થાય તેવા પ્રયાસ કરવામાં આવશે. આમ ખેડૂતોને અને પશુપાલકોને ધ્યાનમાં રાખીને દૂધના ભાવફેર અને બોનસની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સુરત અને તાપી જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોને કિલોગ્રામ ફેટ લેખે રૂ. ૧૨૦ બોનસ અપાશે. જ્યારે સુરત અને તાપી જિલ્લાના ૨.૫૦ લાખથી વધુ ખેડૂતો માટે ભાવફેર અને બોનસ પેટે ૪૦૦ કરોડ રૂપિયા ચૂકવાશે.‘
સુમુલ ડેરીની જાહેરાત બાદ સુરત અને તાપી જિલ્લાની ૧૨૦૦ મંડળી સાથે ૨.૫૦ લાખ પશુપાલકો ડેરી સાથે જાેડાયેલા છે. જ્યારે અગાઉ ખેડૂતો અને પશુપાલકોને કિલોગ્રામ ફેટ લેખે ૧૧૫ રૂપિયા બોનસ ચૂકવવામાં આવતું હતું.
સુમુલ ડેરીએ પશુપાલકો માટે બોનસની જાહેરાત કરી; દૂધના કિલો ફેટે રૂ. ૧૨૦ બોનસ ચૂકવાશે

Recent Comments