બપોરના એ તાપમાં રસ્તાઓ સુમસામ લાગે છે,
જાણે કે આખા શહેરમાં કરફ્યુનો જામ લાગે છે.
તરસ છીપાવવા ભટકે છે સૌ છાંયડાની શોધમાં,
કુદરતનો આ મિજાજ હવે બહુ આકરો લાગે છે.
–“પાંધી સર”
હાલમાં ઉનાળાની ઋતુએ આક્રમક મિજાજ ધારણ કરતા સાવરકુંડલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કાળઝાળ ગરમીનો પ્રારંભ થયો છે. છેલ્લા ઘણા સમય બાદ સૂર્યનારાયણના પ્રખર તાપને કારણે લોકો આકુળ-વ્યાકુળ થઈ રહ્યા છે. ખાસ કરીને બપોરે ૧ થી ૪ વાગ્યાના ગાળામાં ગરમીનું પ્રમાણ એટલું વધારે હોય છે કે જાણે શહેરમાં કરફ્યુ લાગ્યો હોય તેવી શાંતિ જોવા મળે છે.
હંમેશા ટ્રાફિકથી ધમધમતી શાક માર્કેટ અને મુખ્ય બજારોમાં બપોરના સમયે સન્નાટો છવાઈ જાય છે. શાકભાજીના નાના વેપારીઓ અને પાથરણાં વાળા પણ ઉનાળાની આકરી લૂથી બચવા માટે બપોરના સમયે ધંધો સમેટીને ઘરના છાંયડે વિસામો લેવાનું પસંદ કરી રહ્યા છે. લોકો માત્ર અનિવાર્ય કામ હોય તો જ ઘરની બહાર નીકળવાનું સાહસ કરે છે, બાકીના સમયે એ.સી. અને પંખાના સહારે ઘરો કે ઓફિસોમાં કેદ જોવા મળે છે. ખાસકરીને પશુ પક્ષીઓ પણ આ સમય દરમિયાન કોઈ વૃક્ષ કે મકાનનાં છાંયડે આરામ કરતાં જોવા મળે છે.
ઠંડા પીણાંની માંગમાં ઉછાળો
ગરમીના પ્રકોપથી બચવા માટે લોકો શેરડીનો રસ, આઈસ્ક્રીમ, ફ્રૂટ જ્યુસ અને ઠંડા પીણાંનો સહારો લઈ રહ્યા છે. બપોરના સમયે ઠંડા પીણાંની દુકાનો પર લોકોની ભીડ જોવા મળે છે.
આકરો ઉનાળો ખાસકરીને બાળકો, વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓ માટે
















Recent Comments