૧૯ માર્ચ સવારે ૩:૩૦ વાગ્યે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર પૃથ્વી પર પરત ફરશે: નાસા

અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ તેના બે અંતરિક્ષયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરના પૃથ્વી પર પાછા ફરવાની પુષ્ટિ કરી છે. છેલ્લા નવ મહિનાથી અંતરિક્ષમાં ફસાયેલા સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર હવે બહુ જલ્દી જ પૃથ્વી પર પરત ફરશે. નાસાએ અગત્યની જાહેરાત કરતા જણાવ્યું કે આ બંને અંતરિક્ષ યાત્રી મંગળવારે પૃથ્વી પર પરત ફરશે.સુનિતા વિલિયમ્સ અને વિલ્મોર સ્પેસએક્સ ક્રૂ ડ્રેગન અવકાશયાનમાં નિક હેગ અને રોસકોસ્મોસ અવકાશયાત્રી એલેક્ઝાન્ડર ગોર્બુનોવ સાથે પૃથ્વી પર પાછા ફરવાના છે.
આ બાબતે નાસા એ જણાવ્યું હતું કે, આ અવકાશયાત્રીઓનો પરત ફરવાનો સમય મંગળવારે ફ્લોરિડા કિનારાથી દૂર સમુદ્રમાં સાંજે ૫:૫૭ વાગ્યાનો છે. એટલે જાે ભારતીય સમય જાેઇએ તો, ૧૯ માર્ચ સવારે ૩:૩૦ વાગ્યે તેઓ પૃથ્વી પર પરત આવશે. મહત્વનું છે કે વિલ્મોર અને વિલિયમ્સ જૂન ૨૦૨૩ સુધી ૈંજીજી પર રહી રહ્યા છે. . તેમણે બોઇંગ સ્ટારલાઇનર અવકાશયાનની પ્રથમ માનવસહિત પરીક્ષણ ઉડાન ભરી હતી. પરંતુ તકનીકી ખામીને કારણે અવકાશયાન સુરક્ષિત પરત માટે ઉપયોગી ન બન્યું.
વધુમાં નાસાએ કહ્યું હતું કે, ૈંજીજી ક્રૂને તેમનું કાર્ય પૂર્ણ કરવા માટે સમય આપવા માટે પરત ફરવાનો સમય નક્કી કરવામાં આવ્યો હતો સાથે જ સપ્તાહના અંતે પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓમાં સુગમતા પણ પૂરી પાડવામાં આવી હતી. નાસાએ કહ્યું છે કે તે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી સ્પેસએક્સ ક્રૂ-૯ ના પૃથ્વી પર પાછા ફરવાનું જીવંત પ્રસારણ કરશે. પ્રસારણ ૧૭ માર્ચે રાત્રે ૧૦.૪૫ વાગ્યે (અમેરિકન સમય) શરૂ થશે. ભારતમાં આ સમય ૧૮ માર્ચે સવારે ૮.૩૦વાગ્યાની આસપાસ હશે.
Recent Comments