fbpx
બોલિવૂડ

સુરજ પંચોલી પોતાની અપકમિંગ એક્શન ફિલ્મ કેસરી વીરના શુટિંગ દરમિયાન ગંભીર રીતે ઘાયલ

અભિનેતા સુરજ પંચોલીના પિતા છે બોલિવૂડના પ્રખ્યાત સ્ટાર આદિત્ય પંચોલી અને જરીના વહાબ તેમની માતા છે. સુરજે વર્ષ ૨૦૧૫ માં રિલીઝ થયેલી રોમાન્ટિક એક્શમ ફિલ્મ હીરોથી બોલિવુડમાં ડેબ્યું કર્યું હતું. ફિલ્મમાં સુરજની સાથે મુખ્ય ભુમિકામાં આથિયા શેટ્ટી જાેવા મળી હતી.અભિનેતા સુરજ પંચોલી પોતાની અપકમિંગ એક્શન ફિલ્મ કેસરી વીર- લીજેન્ડ ઓફ સોમનાથના શુટિંગ દરમિયાન મુંબઈ ફિલમસીટીમાં ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો. આ એક્શન સીન દરમિયાન એક્ટર દાઝી ગયો હતો.

મીડિયા સૂત્રો અનુસાર એક મહત્વપુર્ણ એક્શન સીકવન્સ દરમિયાન અભિનેતાને ઈજા પહોંચી હતી અને તેમની હૈમસ્ટ્રિંગ દાઝી ગઇ હતી. અપકમિંગ એક્શન ફિલ્મમાં અનેક જબરજસ્ત એક્શન સિકવન્સ છે, જેના શુટિંગ દરમિયાન સુરજ પંચોલી ઘાયલ થઇ ગયો હતો.

ફિલ્મનું શુટિંગ મુંબઇની ફિલ્મ સિટીમાં ચાલી રહ્યું છે. જેમાં એક્શન નિર્દેશકે સુરજને એક સ્ટંટ કરવા માટે નિર્દેશ આપ્યો હતો. સીન અનુસાર તેમને એક પારોટેક્નિક વિસ્ફોટ ઉપરથી કુદવાનું હતું. જાે કે વિસ્ફોટ શુટના સમય કરતા થોડો વહેલો થઇ ગયો હતો. જેની આગના કારણે અભિનેતા દાઝી ગયો હતો. તેમાં ઉપયોગમાં લેવાયેલા બારૂદના કારણે તેમની જાંધ હૈમસ્ટ્રિંગ પર ગંભીર દાઝી ગયો હતો.

તેમજ મળતી માહિતી અનુસાર અભિનેતાની સ્થિતિ પર નજર રાખવા અને ઝડપથી સ્વસ્થય થવા માટે સેટ પર એક મેડિકલ ટીમ હાજર હતી, જેથી તેઓ શુટિંગ શરૂ રાખી શકે. સુત્રોએ જણાવ્યું કે, પાયરોટેક્નિક વિસ્ફોટમાં થનારા દર્દ અને જલન છતા અભિનેતાએ બ્રેક લેવાનો ઇન્કાર કરી દીધો અને સમગ્ર શેડ્યુલ દરમિયાન શૂટિંગ ચાલુજ રાખ્યું હતું.
પ્રિંસ ધીમન નિર્દેશિત કેસરી વીર- લજેન્ડ ઓફ સોમનાથ સુરજ પંચોલીની પ્રથમ બાયોપિક છે. આ ફિલ્મ ગુજરાતના પ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં થયેલા યુદ્ધની આસપાસ બનેલી ફિલ્મ છે. એક્શન-થ્રિલરમાં અભિનેતા અલગ અંદાજમાં જાેવા મળશે. આ ફિલ્મમાં સુરજની સાથે સુનીલ શેટ્ટી, વિવેક ઓબરોય અને આકાંક્ષા શર્મા મહત્વની ભુમિકામાં છે.

Follow Me:

Related Posts