ગુજરાત

સુરત શહેર હોમગાર્ડ્ઝ દ્વારા ડિવિઝનલ અને કંપની કમાન્ડર પ્રમોશન રેન્ક ધારણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું 

સુરત શહેર હોમગાર્ડ્ઝ દ્વારા ડિવિઝનલ અને કંપની કમાન્ડર પ્રમોશન રેન્ક ધારણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું સુરત શહેર હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ ડો પ્રફુલભાઈ શિરોયા એ જણાવ્યુ હતું કે હોમગાર્ડ્ઝ ગુજરાત રાજ્ય ના માનનીય કમાન્ડન્ટ જનરલશ્રી મનોજ અગ્રવાલ સાહેબ (IPS),સિનિયર સ્ટાફ ઓફિસર મનીષ ત્રિવેદી તેમજ અમદાવાદ વાડી ઓફિસ ના કર્મચારી મિત્રો ના પ્રયાસોથી ગુજરાત હોમગાર્ડઝ દળમાં ગત્ જુન માસમાં  ઉત્તર ગુજરાત રીજીયોનલ હોમગાડૅઝ તાલીમ કેન્દ્ર, સુંઢિયા, જી.મહેસાણા  ખાતે ખાતાકીય પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ જેમાં કંપની કમાન્ડર અને ડિવિઝનલ કમાન્ડર રેન્ક ટેસ્ટમાં ગુજરાત રાજ્ય માંથી હોમગાર્ડઝ દળનાં કુલ -૯૯ અધિકારીશ્રીઓએ પરીક્ષા અપાવેલ. જેમાં રાજયકક્ષા ડિવિઝનલ કમાન્ડરની રેન્ક ટેસ્ટમાં સુરત જીલ્લામાંથી ડિવિઝનલ કમાન્ડર તરીકે ઉતીર્ણ થયેલ  સ્ટાફ ઓફિસર તાલીમ મેહુલ કે.મોદી,રાંદેર યુનિટનાં ઓફિસર કમાન્ડિંગ રાકેશ આર.ઠકકર તેમજ કંપની કમાન્ડર રેન્ક ટેસ્ટમાં ઉતીર્ણ થયેલ  સ્ટાફ ઓફિસર મેડિકલ ડો જીગ્નેશ એમ.પટેલ,સ્ટાફ ઓફિસર સ્પોર્ટ્સ કેઝાદ એન. વાડિયા, સ્ટાફ ઓફિસર મહિલા શ્રીમતી ધર્મિષ્ઠા બેન એમ.માલણકીયા સહિત અધિકારીશ્રી ઉતીર્ણ થયેલ તેમજ અધિકારીશ્રીઓને રેંક ધારણ કાર્યક્રમ રાંદેર હોમગાર્ડઝ યુનિટની જહાંગીરપુરા કચેરી  ખાતે રાખવામાં આવેલ . 

સુરત શહેર કમાન્ડન્ટશ્રી ડો.પ્રફુલ્લભાઈ શિરોયા ની અધ્યક્ષતામાં રાખવામાં આવેલ હતો સુરત જીલ્લાને ગૌરવવંતા અપાવવા બદલ જીલ્લા કમાંન્ડન્ટ શ્રી ડો પ્રફુલભાઇ શિરોયા તથા સેકન્ડ ઈન કમાંન્ડ શ્રી પ્રણવ કે ઠાકર,સ્ટાફ ઓફિસર લોક સંપર્ક જિજ્ઞેસિંહ ઠાકુર તેમજ અધિકારી , એન.સી.ઓ અને હોમગાર્ડઝ મિત્રો દ્વારા તમામ અધિકારીશ્રીઓને રેન્ક પહેરાવી અધિકારીશ્રીઓને અભિનંદન પાઠવી ઉતરોત્તર પ્રગતિ માટે શુભકામના પાઠવેલ હતી.

Related Posts