સુરતના બોગસ તબીબો તૈયાર કરનારના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા
સુરતમાં બોગસ તબીબો તૈયાર કરતા કારખાનાનો પર્દાફાશ થયો છે. સુરતના ગોપીપુરા સ્થિત જર્જરીત બિલ્ડીંગમાંથી સંપૂર્ણ ખેલ ચાલતો હતો. સુરત માંથી ૧૪ નકલી ડૉક્ટર ઝડપાયા છે. જેમાં સુરત ઝોન-૪ પોલીસ દ્વારા બોગસ ડિગ્રી મામલે મોટી કાર્યવાહી હાથ ધરીને ૧૨૦૦ જેટલી નકલી ડિગ્રીઓ પણ જપ્ત કરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસે મુખ્ય આરોપી જાણીતા ડૉ. રસેશ ગુજરાતીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. ડૉક્ટરના ક્લિનિક પર તપાસ કરીને તેમની પાસે ડિગ્રી માગી હતી. જેમાં તેમણે ગુજરાત સરકાર દ્વારા માન્ય નથી તેવું મ્ઈસ્જી (મ્ટ્ઠષ્ઠરીર્ઙ્મિ ર્ક ઈઙ્મીષ્ઠંિર્ ૐર્દ્ર્બીॅટ્ઠંરઅ સ્ીઙ્ઘૈષ્ઠટ્ઠઙ્મ જીષ્ઠૈીહષ્ઠી)નું સર્ટિફિકેટ રજૂ કર્યું હતું.
જ્યારે આરોગ્ય વિભાગે આ ડિગ્રી બોગસ હોવાનું જણાવ્યું હતું. સમગ્ર મામલમાં આ શખસોની ટીમ ૭૦ હજારમાં ડિગ્રી આપવાની વાત કરતા હતા. સુરત ની કોર્ટમાં તમામ આરોપીને રજુ કરવામાં આવે છે. ડો. રશેષ ગુજરાતી અને ડો. બી.કે રાવતના ૬ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. આ બોગસ કાંડમાં ૧૦ આરોપીઓને સુરતની લાજપોર જેલ એન્ટ્રી કરાવવામાં આવી છે. બોગસ ડિગ્રી મામલે સુરતની પાંડેસરા પોલીસે ધરપકડ કરી છે. રાજ્યમાં છેલ્લા ૨૦ વર્ષમાં બંને મુખ્ય સૂત્રધાર તબીબોના મોટા કારનામાઓ સામે આવ્યા છે. તેને ૧૨૦૦ થી વધુ બોગસ ડોકટરોનો તૈયાર કર્યા છે. મૂખ્ય સૂત્રધાર અને આરોપી ડો.રશેષ ગુજરાતી અને ડો. બી. કે. રાવત નો ભાંડાફોડ કરવામાં આવ્યો છે. સુરત માંથી પકડાયેલા બોગસ તબીબો મુદ્દે એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. આ ઘટના બન્યા ગુજરાતમાં આરોગ્ય વિભાગ ઘોર નિંદ્રામાં હોય એવું જણાઈ રહ્યું છે. ગુજરાતમાં આરોગ્ય વિભાગને લોકોના સ્વાસ્થ્યની કોઈ ચિંતા જ નથી તેવા ચિત્રનું નિર્માણ થઈ રહ્યું છે.
Recent Comments