ગુજરાત

સુરત ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ દ્વારા ૨૩ સદભાગ્ય શાળી પરિવારો ના વિવિધ સંસ્કાર વિધિ સંપન્ન

સુરત રચનાત્મક ટ્રસ્ટ ગાયત્રી પરિવાર સુરત દ્વારા વૈદિક પરંપરા થી  યુગ ઋષિ ગુરુદેવ શ્રી રામ શર્મા રચિત શાસ્ત્રોક્ત વિધિ ની ધ્વનિ વચ્ચે સદ  ભાગ્યશાળી પરિવારો માં હિન્દુ સંસ્કૃતિ મુજબ  ૧૬ સંસ્કારો પૈકી રચનાત્મક ટ્રસ્ટ વરાછા શક્તિપીઠ વેદ માતા ગાયત્રીજી ના સાનિધ્ય માં સગર્ભા ધાત્રી માતા ઓનાં ગર્ભ સંસ્કાર-૧૫, તેજસ્વી છાત્ર ના વિદ્યારંભ -૧ નવજાત શિશુ નામકરણ -૧., જન્મ દિવસ અનનપ્રાશન -૪, મુંડન -૧, ગુરૂ-દીક્ષા  ઉપનયન(ઉપવેશન)  કર્ણવેધ ૧ કુલ -૨૩ સંસ્કાર તારીખ ૦૭/૧૨/૨૫ ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ, પ્રજ્ઞા હોલ, ભાતવાડી, મીની બઝાર, વરાછારોડ, સુરત.સંપન્ન કરાયો હતો વૈદિક મંત્રોચાર ની ધ્વનિ અને શિશુ ઓનાં કલરવ વચ્ચે યોજાયેલ કાર્યક્રમ માં દરેક સદ ભાગ્ય શાળી પરિવારો ને પૂજ્ય ગુરુદેવ રચિત નારી શિક્ષણ આહાર વિહાર ઉતમ માનવ જીવન તરફ પ્રેરિત કરતું દિવ્ય સાહિત્ય સદશાસ્ત્રો ની અનુપમ ભેટ અર્પણ કરાય હતી 

Related Posts