અમરેલી

સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પડેલો અસહ્ય ફટકા બદલ ખેડૂતોના તમામ દેવાઓ સરકારે માફ કરવા જોઈએ તેવી સુરતના ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ ગુજરાત મુખ્યમંત્રીને  રજૂઆત..શહેરમાં બુધ્ધિજીવોમાં ચર્ચાનો વિષય

સાવરકુંડલા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જાહેર જીવનના લોકોમાં ગઈકાલ રાતથી એક   વાતે બહુ જોર પકડયું છે પ્રાપ્ત થતી માહિતી અનુસાર  તાજેતરમાં જ થયેલા કમોસમી ભારે વરસાદથી સૌરાષ્ટ્રના ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થયું છે ત્યારે ભાજપ સરકાર બચાવ પક્ષમાં આવી ગઈ છે અને જે તે વિસ્તારના ધારાસભ્યો અને આગેવાનોને ખેડૂતોનો રોષ ખાળવા તમામ પ્રયત્નો કરવા સૂચના આપવામાં આવી છે ત્યારે સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ ભાજપ સરકારમાં ખેડૂતોના તમામ પ્રકારના દેવા માફ કરવા કરેલી રજૂઆતોનો પડઘો સાવરકુંડલામાં પડયો હોય તેમ સાવરકુંડલા સહિત અમરેલી જિલ્લાના કોઈપણ ધારાસભ્યો કે મંત્રીઓના ઉલ્લેખ કરવાને બદલે સીધા જ સુરતના ધારાસભ્ય કુમારભાઈ કાનાણીનો ખેડૂત પરિવાર આભાર વ્યક્ત કરતો હોય તેવા મોટા મોટા બેનરો શહેરમાં છ જેટલા સ્થાનો પર  લગાડવામાં આવ્યા છે આવા બેનરો નાવલી પાસે રિધ્ધિ સિદ્ધિ ચોકમાં, મહુવા રોડ પર નગરપાલિકા કચેરી પાસે, મણીભાઈ ચોકમાં, જેસર રોડ ફાટક પાસે, બાયપાસ ચોકડી પાસે અને શહેરના પ્રવેશમાર્ગ સમા અમરેલી રોડ રજકા પીઠ પાસે ખેડૂત પરિવારના નામે લગાડવામાં લગાડ્યા છે ક્મોસમી વરસાદથી થયેલા નુકસાનમાં સહાય આપવા બધા જ ધારાસભ્યો પોતપોતાની રીતે પ્રયાસો તો કરી રહ્યા છે ત્યારે સુરતના ધારાસભ્યના સાવરકુંડલા શહેરમાં બેનરો લગાડવામાં આવતા શહેર અને તાલુકાના તરેહ તરેહની ચર્ચા થવા લાગી. અને આમ આ ઘટના રાજકારણમાં ચર્ચાનો મુદ્દો બની ગયો છે. જો કે રાજકારણ એક એવું ક્ષેત્ર છે જેમાં કશું અસંભવ નથી હોતું.. કુછ ભી હો સકતા હૈ

Related Posts