સુરત પોલીસને એક મોટી સફળતા મળી છે, લોન આપવાના નામે લોકો સાથે છેતરપિંડી આચરતી ટોળકી ઝડપાઇ છે. લોકોને લોન આપવાના બહાને ૬૬ લાખની છેતરપિંડી આચરી હતી.આ ટોળકી પહેલા તો જરૂરિયાતમંદ લોકોને શોધતી અને પછી તેમને શિકાર બનાવતી હતી. જે લોકોને લોનની જરૂર હોય તેવા લોકો પાસેથી આ ટોળકી જરૂરી ડોક્યુમેન્ટ લઈને લોન આપવાનું કહીને ડોક્યુમેન્ટ લેતી હતી. આ રીતે ડોક્યુમેન્ટ પર ૬૬ લખાથી વધુની લોન કરાવી હતી.આ સમગ્ર ઘટના ત્યારે સામે આવી જયારે ફરિયાદીને લોનના હપ્તા આવવા લાગ્યા. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ફાયનાન્સ કંપનીના કર્મચારી સહિત ૩ આરોપી ઝડપાયા છે. અને હજુ પણ મુખ્ય આરોપી રાજીવ ચૌબેની શોધખોળ શરૂ કરી દીધી છે.
લોનના નામે છેતરપિંડી આચરતી ટોળકીને ઝડપી પાડતી સુરત પોલીસ

Recent Comments