આંગળીયા પેઢીના કર્મચારી સાથે મોટી લૂંટની ઘટના બને તે પહેલા જ ચોરોને સુરત પોલીસ ઝડપી પાડયા
શહેરના કોઈ આંગળીયા પેઢીના કર્મચારી સાથે મોટી લૂંટની ઘટના બને તે પહેલા જ ચોરોની ગેંગ ને સુરત પોલીસ ઝડપી પાડી. સુરતમાં લૂંટારુઓ ધાડ પાડે તે પહેલાં જ આરોપીઓને હથિયાર સાથે ઝડપી લેવામાં આવ્યા છે. લૂંટારૂઓ શ્રીરામ ટ્રાવેલ્સની બસને લૂંટવાના હતા, કારણ કે ટ્રાવેલ્સમાં ડાયમંડ પેઢીના હીરા વડોદરા જઈ રહ્યા હતા અને લૂંટારૂઓનો ટાર્ગેટ આંગડિયા પેઢીના કર્મચારીઓ હતા.
આ ગેંગનો મુખ્ય આરોપી જેમ્સ ઉર્ફે સેમ હોવાનું સામે આવ્યું છે. જેમ્સ સામે મહારાષ્ટ્ર તેમજ ગુજરાતના અલગ અલગ ૨૦ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયા છે. આ લૂંટારુઓ શ્રી રામ ટ્રાવેલ્સ નામની બસને લૂંટવાનો ટાર્ગેટ કરવાના હતા. શ્રી રામ ટ્રાવેલ્સમાં સુરતથી મોટા પ્રમાણમાં ડાયમંડ પેઢીના હીરાઓ વડોદરા જતા હતા, જેથી આ લૂંટારૂઓ બસને ટાર્ગેટ કરવાના હતા. આ ઈસમો કડોદરામાં રૂમ ભાડે રાખીને દોઢ મહિનાથી રહીને રેકી કરી હતી.
પોલીસે ગેંગના કૂલ ૬ ઈસમને ૩ પિસ્તોલ, દેશી તમંચો, ૪૦ કાર્ટીઝ, રેમ્બો છરો સહિતના હથિયાર સાથે ઝડપી લેવામાં આવ્યા છે. આ ઈસમોએ લૂંટને અંજામ આપવા માટે બસની મિનિટનું શેડયુલ મેળવ્યું હતું. જાે કે ઘટનાને અંજામ આપે તે પહેલાં જ સુરત ક્રાઈમ બ્રાન્ચે ૬ ઈસમોની ધરપકડ કરી લીધી છે. આ ૬ આરોપીમાં જેમ્સ ઉર્ફે સેમ, સલાઉદ્દીન શેખ, રાજેશ પરમાર, રહીશખાન, ઉદયવીરસિંગ અને વિજય મેનબંસીનો સમાવેશ થાય છે.
સુરત પોલીસને મળી મોટી સફળતા

Recent Comments