સુરતની લીંબાયત પોલીસે ૩.૯૪ કિલો ગાંજા સાથે ૨ વ્યક્તિઓની ધરપકડ કરી

નશાનો ગેરકાયદેસર વેપલો કરનારા ને ઝડપી લેવામાં સુરત પોલીસની મળી છે મોટી સફળતા, પોલીસ ને મળેલી બાતમી ના આધારે લીંબાયતમાં ૩.૯૪ કિલો ગાંજા સાથે સલમાન શેખ અને હુસેન નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
આ મામલે મળતી માહિતી મુજબ, લીંબાયત પોલીસની ટીમે, મળેલ બાતમીના આધારે સલમાન શેખ અને હુસેનની ગાંજા સાથે ધરપકડ કરી હતી. આરોપી મોપેડની ડેકીમાં ગાંજાે મૂકીને લાવ્યા હતા અને ગાંજાે વેચે તે પહેલા જ પોલીસે તેમને ઝડપી પાડયા હતા. ગાંજાે ક્યાંથી લાવ્યા અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે.
Recent Comments