સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જેસર રોડ મંગલમ સોસાયટીમાં રહેણાંક મકાનેથી ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ

ભાવનગર રેન્જ આઈ.જી.પી.ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગરનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં થી દારૂની બદી સદંતર દૂર કરવાં પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી, કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત તથા સાવરકુંડલા ડીવીઝનના મદદનીશ પોલીસ અધિક્ષક વલય વૈધ ની સુચના તથા માર્ગદર્શન અન્વયે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સી.એસ.કુગસિયા ની સુચના અને માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા પેટ્રોલીંગ દરમિયાન મળેલ ચોક્કસ બાતમી આધારે સાવરકુંડલા ટાઉન વિસ્તારમાં જેસર રોડ મંગલમ સોસાયટીમાં રહેતા યશ પ્રતાપભાઇ વાઘેલાના રહેણાંક મકાનેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો બોટલ નંગ-૪૪ કુલ કી.રૂ.૩૧,૪૮૭/- નો પ્રોહિ મુદામાલ પકડી પાડી, મજકુર ઇસમ વિરૂધ્ધમાં સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડવાના બાકી આરોપીની વિગત:
(૧) યશ પ્રતાપભાઇ વાઘેલા રહે.સા.કુંડલા જેસર રોડ મંગલમ સોસાયટી જી.અમરેલી
(૨) અલ્પેશભાઇ બાવચંદભાઇ ઉનાવા રહે.સા.કુંડલા જેસર રોડ જલારામ સોસાયટી જી.અમરેલી
આ કામગીરી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સી.એસ.કુગસીયા તથા સર્વેલન્સ ટીમ ના એ.એસ.આઈ હિંગરાજ સિંહ પ્રધ્યુમનસિંહ ગોહિલ, હેડ કોન્સ. જીતુભાઇ ગોબરભાઇ સરવૈયા, પો.કોન્સ. વનરાજભાઇ ગભાભાઇ, પો.કોન્સ. મહેશભાઈ ગીરજા શંકરભાઈ દ્વારા કરવામાં આવેલ છે.
Recent Comments