SVEEP અંતર્ગત લાઠી અને બાબરા તાલુકામાં મતદાર જાગૃત્તિ કાર્યક્રમો યોજાયા
આગામી વિધાનસભા-૨૦૨૨ સામાન્ય ચૂંટણી હોય જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા SVEEP (Systematic Voters’ Education and Electoral Participation) અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ શરુ છે. બાબરા તાલુકામાં યુવાનોને મતદાન માટે જાગૃત્ત કરવામાં આવ્યા.
મહિલાઓ સાથે બેઠક યોજી તેમને લોકશાહી માટે તેમના મતદાનનું મૂલ્ય અને મહત્વ સમજાવવામાં આવ્યું. ૮૦ કે તેથી વધુ વય ધરાવતા હોય તેવા વરિષ્ઠ મતદારોને મતદાન પ્રક્રિયા, EVM -VVPAT નિદર્શન કરી મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. આ ઉપરાંત છુટક મજૂરીકામ કરતા હોય તે મતદારો, ખેડૂતો અને હીરાના કારખાનામાં કામ કરતા કારીગરો સહિતના તમામને મતદાનનું મહત્વ જણાવી EVM -VVPAT નિદર્શન કરી મતદાન પ્રક્રિયા વિશે વાકેફ કરવામાં આવ્યા.
લાઠી તાલુકામાં જ્યાં ઓછું મતદાન થયું હોય તેવા વિસ્તારોમાં યુવાનોને ‘ અવસર લોકશાહીનો ‘ તળે શેરી ગરબા અને અન્ય લોકભોગ્ય ઢબે સમજૂત કરવામાં આવ્યા. યુવાનોએ વધુમાં વધુ મતદાન થાય તે માટે પ્રતિજ્ઞા લીધી. લોકોને અસર થાય તે રીતે ગીત સ્વરુપે વધુમાં વધુ મતદાન થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
૮૦ કે તેથી વધુ વય ધરાવતા હોય તેવા વરિષ્ઠ મતદારોને મતદાન પ્રક્રિયા, EVM -VVPAT નિદર્શન કરી મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. દિવ્યાંગ મતદારોનું ફ્લેગિંગ કરવામાં આવ્યું. વિચરતી – વિમુક્ત જાતિના નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
Recent Comments