આધુનિક સમાજમાં ટકાઉ વિકાસ (Sustainability) અને સામાજિક જવાબદારી (Social Responsibility) વચ્ચેનું સંકલન
અનિવાર્ય બની ગયું છે. આ સંદર્ભમાં ડૉ. તેજસ દોશી દ્વારા શરૂ કરાયેલું “જૉય ઓફ ગિવિંગ” અભિયાન માત્ર એક પર્યાવરણલક્ષી પ્રયત્ન નથી,
પરંતુ તે માનવતાના મૂલ્યોને સ્પર્શતું એક ભાવનાત્મક ચળવળ છે. આ અભિયાન પર આધારિત કેસ સ્ટડી SUSTAINABILITY:
TRANSFORMATIVE JOURNEY TOWARDS HARMONY – Sustainable Business, Vol. IV ISBN: 978-81-
98822-39-0 મા પ્રકાશિત થયું છે, જેનું સંશોધન ડૉ. ઊર્વી અમીન (એસ.જે.પી.આઈ., ગાંધીનગર) તથા ડૉ. ધર્મેશ પંડ્યા (આત્મીયા
યુનિવર્સિટી, રાજકોટ) દ્વારા કરવામાં આવ્યું છે. ગ્રંથના સંપાદનમાં ડૉ. રૂપાલી સિંહ, ડૉ. વિશાલ ખશ્ગીવાળા, ડૉ. અમિત રાજદેવ અને ડૉ.
ચિરાગ એર્દાનો નોંધપાત્ર ફાળો છે.
આ અભિયાનની શરૂઆત એક નાનકડા પ્રસંગથી થઈ, જ્યારે ડૉ. દોશીએ પોતાના પુત્ર દ્વારા અધૂરી પેન્સિલ ફેંકાઈ જતી જોતા તેને
ઉપયોગી બનાવવાની સૂચના આપી. “આનંદ આપવાનો Joy of Giving” આ વિચાર એક નિષ્કપટ બાળપ્રશ્નથી જન્મ્યો અને ધીમે ધીમે તે
સમાજવ્યાપી ચળવળ બની ગયો. બાળકો અને કિશોરો પાસેથી એકત્રિત થયેલી પેન્સિલો, વપરાયેલી પેન, રબર અને અન્ય સ્ટેશનરીને ફરી
ઉપયોગી બનાવીને અનાથાલય તથા વંચિત બાળકો સુધી પહોંચાડવામાં આવી. અત્યાર સુધીમાં ૧૩ લાખથી વધુ પેનો જરૂરિયાતમન્દ વિદ્યાર્થીઓ
સુધી પહોંચાડવામાં આવી છે.
આ પ્રક્રિયામાં માત્ર સામગ્રીનું પુનઃપ્રયોજન જ નહીં, પરંતુ સહાનુભૂતિ, સંવેદના અને સામાજિક ન્યાયના મૂલ્યોનું પુનઃસ્થાપન થયું.
સામાજિક માધ્યમો દ્વારા ફેલાયેલ સંદેશે ટૂંકા ગાળામાં રાજ્ય, રાષ્ટ્ર અને વિદેશ સુધી પ્રભાવ ફેલાવ્યો. અનેક સ્વયંસેવકોના સહકારથી બનેલી આ
ચળવળે સમાજમાં માનવતાની લાગણીને પ્રગટાવી છે.
શૈક્ષણિક દ્રષ્ટિએ “જૉય ઓફ ગિવિંગ” અભિયાન પર્યાવરણ સંરક્ષણ, સર્ક્યુલર અર્થતંત્ર (Circular Economy) તથા સંયુક્ત
જવાબદારીના તત્વોને ઉજાગર કરે છે. આ પહેલ દર્શાવે છે કે નાની ક્રિયા પણ વ્યાપક સામાજિક પરિવર્તન માટે પ્રેરક બની શકે છે. ડૉ. તેજસ
દોશીનું યોગદાન માત્ર દાનની ક્રિયા નથી, પરંતુ તે ટકાઉપણું, કરુણા અને માનવતાના સંગમનું જીવંત દસ્તાવેજ છે.
સ્વચ્છ ભારત મિશનના બ્રાન્ડ એમ્બેસેડર ડો.તેજસ દોશીના જોય ઓફ ગિવિંગ પેન પ્રોજેક્ટને આંતરરાષ્ટ્રીય સસ્ટેનેબલ બિઝનેસ જર્નલમાં સ્થાન

Recent Comments