અમરેલી

સમગ્ર અમરેલી જિલ્લામાં “સ્વચ્છોત્સવ”નું આયોજન, આવતીકાલ તા. ૧૭ સપ્ટેમ્બર થી તા. ૦૨ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી ‘સ્વચ્છતા હી સેવા’લક્ષી કાર્યક્રમો યોજાશે

સમગ્ર દેશમાં શહેરી અને ગ્રામ્ય જીવનમાં સ્વચ્છતાનો સંદેશ પ્રસરાવવા માટે આવતીકાલ તા. ૧૭ સપ્ટેમ્બર થી તા. ૨ ઓક્ટોબર,૨૦૨૫ સુધી ‘સ્વચ્છતા હી સેવા’લક્ષી કાર્યક્રમો યોજાશે. સ્વચ્છ ભારત મિશન શહેરી અને ગ્રામીણ અંતર્ગત વિવિધ થીમ આધારિત સ્વચ્છતાલક્ષી કાર્યક્રમોમાં નાગરિકો સહભાગી બનશે.

જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં સ્વચ્છતાલક્ષી વિવિધ કાર્યક્રમોનું સુચારું રીતે આયોજન હાથ ધરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. જિલ્લાના સ્થાનિક પદાધિકારીશ્રીઓ, અધકારીશ્રીઓ, ગ્રામજનો, વિવિધ જાહેર જગ્યા, જળાશયો, ધાર્મિક સ્થળો સહિતના સ્થળો પર સાફ સફાઈ ઝુંબેશમાં જોડાશે. 

આ પખવાડિયા દરમિયાન ઘન કચરા વ્યવસ્થાપન, પ્લાસ્ટિક કચરાનું એકત્રિકરણ, અને વૈજ્ઞાનિક ઢબે તેનો નિકાલ તેમજ લોકોની આદતમાં બદલાવ લાવીને દરેક ગામમાં અને શહેરમાં સ્વચ્છતામાં વધારો કરવા તેમજ નાગરિકો સ્વંય સ્વચ્છતાગ્રહી બને તે માટે જિલ્લા વહીવટ તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Related Posts