સ્વચ્છતા હી સેવા અભિયાન – ૨૦૨૫ અંતર્ગત રાજ્યભરની સાથે અમરેલી જિલ્લામાં તા.૧૭મી સપ્ટેમ્બરથી સ્વચ્છતાત્સવનો પ્રારંભ થશે.
આ સંદર્ભે ગાંધીનગર ખાતેથી રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ જોશીના અધ્યક્ષતામાં આયોજિત વીડિયો કોન્ફરન્સના માધ્યમથી “સ્વચ્છતા હી સેવા અભિયાન”ને જનભાગીદારીથી સાર્થક બનાવવા માટે માર્ગદર્શન કરવામાં આવ્યું હતું.
આ વીડિયો કોન્ફરન્સમાં જિલ્લા કલેકટર શ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જાડેજા સહિતના અધિકારીઓ જોડાયા હતા.
જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં તા.૩૧ ઓક્ટોબર સુધી ચાલનારા સ્વચ્છતા ઉત્સવ દરમિયાન જાહેર સ્થળો ઉપરાંત પ્રવાસન, ધાર્મિક, ઔદ્યોગિક વિસ્તારો સહિતના સ્થળોએ જન ભાગીદારીથી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાશે.
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સફાઈ મિત્ર સુરક્ષા શિબિર, ક્લીન ગ્રીન ઉત્સવ, અવેરનેસ કેમ્પેઇન, શ્રમદાન સહિતના રચનાત્મક કાર્યક્રમો યોજવામાં આવશે.ખાસ આ કાર્યક્રમમાં થકી લોકોનો સ્વચ્છતા સ્વભાવ અને સ્વચ્છતા આગ્રહી બને તે માટે પ્રેરિત કરવામાં આવશે.


















Recent Comments