ભાવનગર

સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જિ.ભાવનગર)માં છેલ્લા પાંચ વર્ષથી નિ:શુલ્કસેવા પ્રદાન કરે છે

સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જિ.ભાવનગર)માં છેલ્લા પાંચ વર્ષથી નિ:શુલ્કસેવા પ્રદાન ક૨વા માટે દ૨ વર્ષે આવતા અમેરીકાના માનસીક રોગોના નિષ્ણાંત ડૉ. ભૂપેન્દૂ રાજપુરા અને તેમના પત્ની શ્રીમતી કલ્પનાબહેન રાજપુરા આ વર્ષે પણ તા.૭.૧૨.૨૦૨૫ થી તા.૨૧.૧૨.૨૦૨૫ (૧૫ દિવસ) સુધી નિઃશુલ્કસેવા આપવા માટે આવ્યા હતા. ભૂતકાળની તેઓની સારવારથી ઘણા લોકોને ખૂબ સારો ફાયદો થયો છે અને જીવન જીવવાની આશા છોડી દીધેલા નિરાશ અને હતાશ થયેલા લોકો ડો. ભૂપેન્દ્ર રાજપુરાની સારવાર પછી ફરી પાછા કામધંધે, નોકરીએ લાગ્યા છે તેવા પ્રતિભાવો આપણા દર્દીનારાયણ પાસેથી મળ્યા છે.

ગત્ તા.૧૫.૧૨.૨૦૨૫ ડો. ભૂપેન્દ્ર રાજપુરા દ્વારા હોસ્પિટલનાં ડોક્ટરશ્રીઓને માનસિક રોગો ઉપર સુવ્યસ્થિત લેકચર આપેલ.

ઉલ્લેખનીય છે કે ડો. ભૂપેન્દ્ર રાજપુરા તરફથી હોસ્પિટલનાં પ્રસુતિ વિભાગમાં દરવર્ષની જેમ આ વર્ષે પણ નવજાત શીશુને બેબીકીટ માટે રૂા.૯૭,૦૨૦/- અંકે રૂપિયા સતાણુ હજાર વીસનું અનુદાન પણ અર્પણ કરેલ છે.

હોસ્પિટલ ટ્રસ્ટી મંડળે ડોક્ટર દંપતિનો હદયપૂર્વકનો આભાર વ્યક્ત કરેલ છે.

Related Posts