અમરેલી

અમરેલીમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા સ્વામિનારાયણ જયંતિ સપ્તાહ ની ઉજવણી કરાશે

અમરેલી બીએપીએસ સ્વામીનારાયણ મંદિરે ભગવાન શ્રી સ્વામિનારાયણ ના પ્રાગટ્ય દિન ચૈત્ર સુદ નવમી ધામધૂમથી ઉજવવા આયોજન કરવામાં આવેલ છે અમરેલીમાં બીએપીએસ સંસ્થા દ્વારા આગામી ચૈત્ર સુદ નવમીના તા.૬/૪ ના રોજ ભગવાન શ્રી સ્વામિનારાયણ ના પ્રાગટ્ય ઉત્સવ ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવા આયોજન કરવામાં આવતા આ ઉત્સવ લક્ષ્ય આગામી તા.૨/૪ થી ૬/૪ સુધી સર્વે હરિભક્તો પોતાના ઘરે ઘર સભા કરશે જેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ ના દિવ્ય ગુણો. પ્રતાપ અને સામર્થ્યનું પાન કરશે આ માટે ઘેર ઘેર ઘર સભા નો કાર્યક્રમ તૈયાર કરી હરિભક્તોના ઘર સુધી પહોંચાડવામાં આવશે તા.૩/૪ થી ૬ સુધી પ્રમુખ વાટીકા અમરેલી મંદિર ખાતે દરરોજ રાત્રે ૮:૩૦ થી ૧૦:૩૦ દરમિયાન શ્રી હરિ પર્વ નું આયોજન કરાતા વિદ્વાન સંતોના મુખેથી પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ ના દિવ્ય ગુણો નું પાન કરવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાશે તેમજ ચિત્રસુદ નવમી ના રોજ ભગવાન શ્રી સ્વામિનારાયણ જન્મોત્સવની વિશિષ્ટ સભા રાત્રિના ૮ થી ૧૦ કલાક દરમિયાન યોજાશે જેમાં ભગવાન શ્રીસ્વામિનારાયણ ના જીવન અને કાર્ય ની વર્ણવતી ગાથા પ્રેરણાત્મક વિડિયો, સંવાદ તથા પૂજ્ય સંતોના કથામૃતના માધ્યમથી ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે તેમ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ની યાદીમાં જણાવવામાં આવેલ છે

Follow Me:

Related Posts