ગત.તા.2 ના રોજ સાવરકુંડલા તાલુકાના વંડા ગામે શ્રી પી.પી.એસ.હાઇસ્કૂલના ભૂતપુર્વ વિધાર્થીનું શૈક્ષણિક સહાય માટે રચાયેલ ગ્રુપ કર્મયોગ કાર્યરત છે તેમના સભ્યો વોરા મનોજકુમાર બાવચંદભાઈ કાછડિયા નવનીતભાઈ કરશનભાઈ દ્વારા જરૂરીયાતમંદ વિધાર્થીઓને ઠંડીથી રક્ષણ મળે તે હેતુથી સ્વેટર માટે રૂ.૧૦૦૦૦ તેમજ જિતુભાઈ વાઘાણી તરફથી ૫૦ વિદ્યાર્થી ભાઈ બહેનોને ૧૮૦૦૦ની કીમતની ૫૦ સ્કૂલ કીટ આપવામાં આવી. ભૂતપુર્વ વિધાર્થીઓનો આ માનવતાભર્યો ઉપક્રમ, સંવેદના અને સેવા ભાવના વિદ્યાર્થીઓના જીવનમાં ઉષ્ણતા, પ્રેરણા અને આશાનું સંચાર કરે છે. તેમના આ સદ્વિચાર અને ઉદાર સહયોગ બદલ શાળા પરિવાર, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓની તરફથી તેમને આભાર, અભિનંદન અને શુભકામનાઓ મળી રહી છે. એમ દીપકભાઈ ઝડફિયાની એક યાદીમાં જણાવાયું હતું
વંડા હાઇસ્કૂલના ભૂતપુર્વ વિધાર્થીઓની સહાયથી શાળામાં જરૂરીયાતમંદ બાળકોને સ્વેટર અને સ્કૂલકીટ આપવામાં આવી


















Recent Comments