અમરેલી

ડો તોગડીયા ના માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા મીઠાઈ વિતરણ કરાય

અમરેલી જિલ્લા ના લીલીયા તાલુકાના સાજણટીબા ગામે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા ગરીબ પરિવારો ને મીઠાઈ નુ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મોહનથાળ ગાંઠીયા વિવિધ ફરસાણ મીઠાઈ નુ વિતરણ કરાયું હતું તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવિણભાઇ તોગડીયા ના આદેશ અનુસાર થઈ રહેલ છે કપડાં મીઠાઈ નુ વિતરણ દેશભરમાં થાય રહેશે તેવી રીતે જ સાજણટીબા ગામે ગરીબ પરિવારો ના બાળકોને મીઠાઈ નુ વિતરણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ વિનોદભાઈ તોગડીયા વિઠલભાઈ તોગડીયા ૫પનભાઇ તોગડીયા રાષ્ટ્રીય કિસાન પરીષદ લીલીયા તાલુકા ના પ્રમુખ પ્રવિણભાઇ તોગડીયા રાષ્ટ્રીય બજરંગદળ પ્રમુખ યોગરાજભાઈ ખુમાણ તેમજ સોનલબેન તોગડીયા સાજણટીબા ગામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

Related Posts