દામનગર ના આંસોદર પ્રાથમિક શાળામાં અમેરિકન ઈન્ડિયા ફાઉન્ડેશન (AIF)દ્વારા ચાલતા દીપ શાળા પ્રોજેક્ટ અંતર્ગત લાઠી તાલુકાની શ્રી આંસોદર પ્રાથમિક.શાળામાં ધોરણ ૭ ના વિદ્યાર્થીઓ માટે ટેબલેટ વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એસ.એમ.સી. સભ્યો અને ધોરણ ૭ ના વિદ્યાર્થીઓના વાલીની ઉપસ્થિતિમાં ટેબલેટ વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક શાળા કક્ષાએથી જ બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ અને વલણ કેળવાય અને નવી ટેકનોલોજીથી અવગત થઈ સાથે કદમ મિલાવી શકે,સર્વાંગી વિકાસ થાય,તેવા હેતુથી દીપશાળા પ્રોજેક્ટ અંતર્ગત ધોરણ ૭ ના તમામ બાળકોને ટેબલેટ આપવામાં આવેલ.
મૂળ લાઠીના જ વતની અને હાલ અમેરિકા સ્થિત ભરતભાઈ દેસાઈ કે જેના દ્વારા આ પ્રોજેક્ટ અમરેલી જિલ્લાની ૮૦ શાળા ઓમાં ચાલે છે ત્યાં ધોરણ ૭ અને ૮ ના બાળકો ને ટેબલેટ આપવામાં આવે છે. જે ખૂબ જ સરાહનીય કાર્ય કહેવાય. ગત વર્ષ જે બાળકો ધોરણ ૭ માં હતા તેમને પણ ટેબલેટ આપેલ તેથી તેઓશ્રી ને શાળા પરીવાર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.શાળા પરીવાર, વાલી ગણ,ક્લસ્ટર કૉ.નેટર શ્રી અમિતભાઈ પરમાર દ્વારા આ કાર્યક્રમ, ટેબલેટ ઉપયોગ, દાતાશ્રી બાબતે સંપૂર્ણ પણે અવગત કરવામા આવેલ હતાં.



















Recent Comments