તળાજા તાલુકાના કુંઢેલી પ્રાથમિક શાળામાં આજે શાળાના ધો. 1 થી 8 ના તમામ સવા બસો બાળકોને પ્રસાદ સાથે બટુકભોજન પીરસવામાં આવ્યું હતું.
આજરોજ ગામના વડીલ અને સત્સંગપ્રિય પૂજ્ય વશરામદાદા નાકરાણી, ભગતદાદા ની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે બાળકોને મિષ્ટ ભોજન આપીને પુણ્યકાર્ય કરવામાં આવ્યું હતું. સાથે બાળકોએ બે મિનિટના ધ્યાન સાથે શ્રધાંજલિ અર્પી હતી.
દરમિયાન આજરોજ ગુરુવારે રાત્રે ભગતદાદાના નિવાસ સ્થાને રાત્રિ ભજન સત્સંગ સાથે શ્રદ્ધાંજલિ યોજાશે. જેમાં સૌ ગામજનોને હાજર રહેવા જણાવ્યું છે.


















Recent Comments