જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025- 26 નું આયોજન શ્રીમતી એન.એસ ડાંખરા ઉ.બુ.સંસ્થા બેલા ખાતે યોજાયેલ જેમાં મુખ્ય થીમ વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે STEM. આધારિત વિભાગ- 5 આરોગ્ય અને સ્વચ્છતા અંતર્ગત શ્રી ઘાટરવાળા પ્રાથમિક શાળાની કૃતિ ‘ પંચવટી બહુગુણ સાબુ ‘ એ જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી ઝોન કક્ષાએ ભાગ લેવા જશે.જેમાં બાળ વૈજ્ઞાનિકો તરીકે બારૈયા રિદ્ધિબેન રવિશંકરભાઈ તથા મોભ વિભૂતાબેન ભરતભાઈ એ કૃતિ બનાવેલી હતી. જેમાં માર્ગદર્શક શિક્ષક તરીકે કિશોરભાઈ ભટ્ટ તથા મેહુલભાઈ ઠંઠ તથા સમગ્ર શાળા પરિવારે મહત્વની ભૂમિકા ભજવી હતી.જે બદલ શાળા પરિવાર તથા સમગ્ર ગામ ગૌરવ અનુભવે છે.
તળાજા: ઘાટરવાળા પ્રાથમિક શાળાની કૃતિ વિજ્ઞાન મેળામાં ઝોન કક્ષાએ પસંદગી પામી


















Recent Comments