શાળાના બાળકીએ જાત મહેનત કરીને 12 જેટલી વિવિધ વાનગીઓ તૈયાર કરી
આજ રોજ તારીખ 10/12/2025 ને બુધવારના રોજ તળાજા તાલુકાની ફુલસર સરકારી પ્રાથમિક શાળાની અંદર આનંદ બજાર વાનગી મેળાનો ખુબ સરસ આયોજન કરવામાં આવ્યું. સમગ્ર ગુજરાતના સરકારી પ્રાથમિક શાળાના બાળકોને એક નવી તરાહ આપે તે રીતે આગળના દિવસે બાળકોને શિક્ષકોએ સાથે લઈ જઈ શાક માર્કેટ અને અલગ-અલગ દુકાનોથી કાચી વસ્તુઓ કેમ ખરીદવી તે લાઈવ ડેમો આપવામાં આવ્યો અને બાળકોએ ખુદ ખરીદી કરી અને તેમનો અંદાજિત ખર્ચ અને વાસ્તવિક ખર્ચ વચ્ચેનો તફાવત એક પેજમાં નોંધ્યો. આ ખર્ચને નોંધણી થયા બાદ પોતે જાતે મહેનત કરી અને વિવિધ વાનગીઓ છે તે બનાવવામાં આવી ૧૨થી વધુ વાનગીઓ આ આનંદ બજારના વાનગી મેળામાં બાળકો દ્વારા તૈયાર કરવામાં આવી. સમગ્ર વાનગી મેળાની અંદર માત્ર ટોકન સ્વરૂપે એક રૂપિયા અને બે રૂપિયાની ડીશ આપવામાં આવી નફા માટે નહીં પરંતુ બાળકને ખરેખર એક અનોખો બેગલેસ ડે ની ઉજવણી એ વાનગી મેળા સ્વરૂપે બાળકોએ કરી. ગામના વાલીઓ પણ આ કાર્યક્રમ માં જોડાયા. બાળકોએ કાર્યક્રમ પૂર્ણ થયા પછી પોતાના મંતવ્યો રજૂ કર્યા તેમની અંદર એને એક અનોખી ધરે જે મળી અને લાઈવ અનુભવ કર્યો તેમને તેને ખૂબ મજા આવી. ફુલસર પ્રાથમિક શાળાએ સમગ્ર શિક્ષણ જગતની અંદર એક બેનમુન નમૂનો આપ્યો.બાળકોને વાનગી મેળા અંગેનું માંગદર્શન શાળાના આચાર્ય લવજીભાઈ ડોડીયા અને સમગ્ર શિક્ષક સ્ટાફ દ્વારા પૂરું પાડવામાં આવ્યું અને આ કાર્યક્રમ દિપાવ્યો. આ કાર્યક્રમ માં શાળાના તમામ બાળકોએ રસપૂર્વક ભાગીદારી લીધી અને ખૂબ આનંદ માણ્યો.


















Recent Comments