ભાવનગર

ભાવનગર જિલ્લાના તળાજા પો.સ્ટે. ના ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ચોરીના મોટર સાયકલ સાથે પકડી પાડી, વંથલી પો.સ્ટે.(જિ.જુનાગઢ)નો વાહન ચોરીનો અનડીટેકટ

ગુનો ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં રજી. થયેલ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હોય,

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી તેમજ ટેકનીકલ સોર્સ આધારે એક ઇસમને શંકાસ્પદ મોટર સાયકલ સાથે પકડી પાડી, મોટર સાયકલ અંગે પુછ પરછ કરી, ટેકનીકલ રીતે ખરાઇ કરતા, મળી આવેલ મોટર સાયકલ જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના કોયલી ગામેથી ચોરી કરેલ હોવાનું જણાય આવતા, વંથલી પોલીસ સ્ટેશનનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીની વિગતઃ-

અક્ષય ઉર્ફે ભાણો કાળુભાઇ ઉર્ફે કાજાભાઇ વાઘેલા, ઉ.વ.૨૩, રહે.સનાળી, પ્લોટ વિસ્તાર, તા.વડીયા, જિ.અમરેલી.

કબ્જે કરેલ મોટર સાયકલની વિગતઃ-

એક હોન્ડા કંપનીનું સાઇન મોડલનું મોટર સાયકલ રજી. નંબર GJ-11-BN-4644 કિ.રૂ.૩૦,૦૦૦/-

ડીટેકટ કરવામાં આવેલ ગુનાની વિગતઃ-

વંથલી પો.સ્ટે.(જિ.જુનાગઢ) ગુ.ર.નં.૧૧૨૦૩૦૬૮૨૫૦૧૧૧/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૦૩(૨).

નાસતા ફરતા ગુનાની વિગતઃ-

તળાજા પો.સ્ટે.(જિ.ભાવનગર) ગુ.ર.નં.૧૧૧૯૮૦૫૩૨૪૦૭૭૪/૨૦૨૪ બી.એન.એસ. કલમ ३०३(२).

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા એ.એસ.આઇ. જાવીદભાઈ ચૌહાણ તથા હેડ કોન્સ. મનિષભાઇ જાની, રાહુલભાઇ ઢાપા, તુષારભાઈ પાંચાણી તથા પો.કોન્સ. પરાક્રમસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts