રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતલક્ષી સહાય યોજનાઓ અંગેની સમજ આપવાના ઉદ્દેશ્યથી તળાજાના ધારાસભ્યશ્રી ગૌતમભાઇ ચૌહાણે તળાજા તાલુકા કક્ષાના બે દિવસીય ‘રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪’નો શુભારંભ કરાવ્યો હતો.એપીએમસી તળાજા ખાતે યોજાયેલા રવિ કૃષિ મહોત્સવમાં ધારાસભ્યશ્રી ગૌતમભાઇ ચૌહાણે જણાવ્યું હતું કે,તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કૃષિ ક્ષેત્રની કાયાપલટ કરવાના સંકલ્પ સાથે કૃષિ મહોત્સવો યોજવાની શરૂઆત કરી હતી. કૃષિ મહોત્સવમાં ખેડૂતોને રવી સિઝનમાં કૃષિ પાકો વિશે જરૂરી માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ બાબતે સમજ આપવામાં આવે છે. તેમ કહી તેમણે ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતો અને ખેતીની સમૃદ્ધિ માટે નક્કર આયોજન સાથે નવતર પહેલ કરી સઘન પગલાં લીધાં છે. વાવણીથી વેચાણ સુધી ખેડૂતોની પડખે અડીખમ ઉભેલી રાજ્ય સરકારે કૃષિ ઉત્પાદન વધારવાની સાથે ખેડૂતોની આર્થિક ક્ષમતા વધારવા માટે વ્યાપક પ્રયાસો કર્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી શરૂ કરાયેલા કૃષિ મહોત્સવોએ ખરા અર્થમાં કૃષિ ક્રાંતિ સર્જી છે.
આ અવસરે ખેતી, સહકાર, સિંચાઇ સમિતિના ચેરમેનશ્રી મંગાભાઇ બાબરીયાએ પ્રસંગોચિત્ત પ્રવચન કર્યું હતું. કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને ખેતીના વિવિધ પ્રકારો વિશે જાણકારી આપવામાં આવી હતી.મહાનુભાવોના હસ્તે યોજનાકીય સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્યશ્રીએ રવિ કૃષિ મહોત્સવના કાર્યક્રમ સ્થળે કૃષિ પ્રદર્શન અને સેવા સેતુ કાર્યક્રમ ખુલ્લો મૂકીને પ્રદર્શનની મુલાકાત લીધી હતી.આ અવસરે જિલ્લા પંચાયતના સભ્યશ્રી મુકેશભાઇ મકવાણા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રાણાભાઇ સોલંકી, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેનશ્રી વિરુભાઈ ભમ્મર, સંજયભાઇ કંટારીયા વગેરે જિલ્લા અને તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રી જે.આર. સોલંકી, મામલતદારશ્રી, મદદનીશ ખેતી નિયામકશ્રી ડી.પી.જાદવ, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિતના જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.



















Recent Comments