શ્રી મોરારિબાપુની પ્રેરણાથી તલગાજરડા બની રહ્યું છે સૌરગ્રામ

રામકથાનાં સરળ માધ્યમથી વિશ્વને સનાતન અધ્યાત્મ ઉર્જા આપનાર શ્રી મોરારિબાપુની પ્રેરણાથી તેમનું વતન તલગાજરડા સૌરગ્રામબની રહ્યું છે. ધર્મપ્રેમી ઉદ્યોગપતિ દાતા ( શિવમ્ ચેરિટેબલ ટ્રસ્ટ ) શ્રી ઘનશ્યામભાઈ શંકરનાં મનોરથ સહયોગ સાથે આ પ્રકલ્પનો શુભારંભ થયો છે.મહુવા પાસેનું તલગાજરડા ગામ એટલે શ્રી મોરારિબાપુનું ગામ. આ ગામ હવે સૂર્ય ઉર્જાથી ઝળહળાટ કરતું થશે. પ્રારંભિક તબક્કે અહીંના ચાર સો જેટલાં ઘર પરિવારને વિનામૂલ્યે સૌર ઉર્જાનાં ઉત્પાદક ઉપકરણો લગાવવામાં આવી રહ્યાં છે.કથા કે શાસ્ત્ર માત્ર સંકુચિતતા કે અંધશ્રધ્ધામાં ન ફેરવાય અને નવા આયામો સાથે સમાજમાં સનાતન હિતમાં પ્રસરતા રહે તેવો શ્રી મોરારિબાપુનો કાયમ સદ આગ્રહ રહ્યો છે, જેનો લાભ સૌને મળતો રહ્યો છે. આમ, રામકથાનાં સરળ માધ્યમથી વિશ્વને સનાતન અધ્યાત્મ ઉર્જા આપનાર શ્રી મોરારિબાપુની પ્રેરણાથી તેમનું વતન તલગાજરડા સૌરગ્રામ બની રહ્યું છે.
લાઠી તથા સુરતમાં વ્યવસાય કરતાં ધર્મપ્રેમી ઉદ્યોગપતિ દાતા ( શિવમ્ ચેરિટેબલ ટ્રસ્ટ ) શ્રી ઘનશ્યામભાઈ શંકરનાં મનોરથ સહયોગ સાથે આ પ્રકલ્પનો શ્રી મોરારિબાપુનાં હસ્તે શુભારંભ થયો છે. આમ, સૂર્ય વંદના માત્ર પુસ્તકમાં ન રહે પરંતુ સૂર્ય કૃપા સૌને ફળે તે માટેનો સ્તુત્ય પ્રયાસ રાષ્ટ્ર માટે પણ પ્રેરણાદાયી છે અને અન્ય ઈંધણ કે ઊર્જા ઉપયોગનાં સ્થાને સૂર્ય અને અન્ય પ્રાકૃતિક ઊર્જાનો ઉપયોગ કરવાં પણ શ્રી મોરારિબાપુએ અનુરોધ સંદેશ આપી અગ્રણીઓની ઉપસ્થિતિ સાથે આ કાર્ય શુભારંભ કરાવેલ છે.
Recent Comments