ભાવનગર

તલગાજરડા: શ્રી હનુમાન જયંતી ના અવસર પર બીજી રાત્રિએ તાલ વાદ્ય સંગીત દ્વારા હનુમાનજી મહારાજને અંજલિ

  • પૂ.મોરારીબાપુ દ્વારા તલગાજરડા ખાતે આવેલા તીર્થ શ્રી ચિત્રકૂટ ધામમાં હનુમાન જન્મોત્સવની ઉજવણીની બીજી રાત્રિએ શાસ્ત્રીય વાદ્ય સંગીતની પ્રસ્તુતિ થઈ હતી. તેમાં નીલાદ્રી કુમાર દ્વારા સિતારવાદન પ્રસ્તુત થયું હતું તેની સાથે સંગતમાં જ્યારે સત્યજીત તલવરકરનું તબલા વાદન  સૌને માણવા મળ્યું હતું.

શનિવારે (હનુમાન જયંતી) સવારના ભાગે ચિત્રકૂટ ધામ, તલગાજરડા ખાતે હનુમાન ચાલીસા, સુંદરકાંડના સંગીતમય પાઠ,  આરતી થશે. બાદમાં હનુમંત એવોર્ડ સહિતના એવોર્ડ પૂ મોરારિબાપુ દ્વારા વિવિધ મહાનુભાવો ને અર્પણ કરીને વંદના કરવામાં આવશે. ત્યારબાદ આ મહોત્સવના પ્રેરક અને માર્ગદર્શક પૂ.મોરારીબાપુ દ્વારા પ્રાસંગિક ઉદબોધન થશે.

કાર્યક્રમના સંવાહક કવિ, ગાયક હરિશ્ચંદ્ર જોશી રહ્યા છે, જયદેવભાઈ માંકડ , નિલેશભાઈ વાવડીયા સહિતના સંકલનમાં રહ્યા છે.

Related Posts