રાધેશ્યામ હોટલથી માંડવડા ગામ સુધીના નેશનલ હાઈવેનું રીપેરીંગ કામ કરાવતા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી
અમરેલી જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર- 351 અમરેલી થી બગસરા થઈને જેતપુર તરફ જાય છે, જેમાં અમરેલીની રાધેશ્યામ હોટલથી ગાવડકા ચોકડી સુધી તથા ગાવડકા ચોકડીથી માંડવડા ગામ સુધીનો નેશનલ હાઈવેનો રસ્તો છેલ્લા ઘણા સમયથી અત્યંત બીસ્માર હાલતમાં હતો, જેને કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, જેમાં રાધેશ્યામ હોટલથી ગાવડકા ચોકડી સુધી તો ખૂબ જ મોટા-મોટા ખાડાઓ પડી ગયા હતા, જેને કારણે અવારનવાર અકસ્માતો સર્જાતા હતા અને વાહનચાલકોને વાહનોનું મેન્ટેનન્સ પણ ખૂબ જ વધુ પ્રમાણમાં આવતું હતું, ઘણી વખત તો કોઈ દર્દીને લઈને જતી એમ્બ્યુલન્સ પણ સમયસર હોસ્પિટલ સુધી પહોંચી શકતી નહોતી, આ નેશનલ હાઈવેની બિસ્માર હાલતના કારણે મુસાફરો તથા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ગયા હતા, લોકોની સમસ્યાઓને ધ્યાનમાં લઇ અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ નેશનલ હાઈવે ઓથોરિટીના નાયબ કાર્યપાલક ઇજનેરને રસ્તામાં પડેલા મસ મોટાં ખાડાઓના ફોટાગ્રાફ સાથેની રજૂઆત કરતા નાયબ કાર્યપાલક ઇજનેરે એક દિવસમાં રીપેરીંગ કરી આપવાની ખાત્રી આપેલ હતી, જેના અનુસંધાને ગઈકાલે નેશનલ હાઈવે રાધેશ્યામ હોટલથી ગાવડકા ચોકડી અને માંડવડા ગામ સુધી રીપેરીંગ કામ કરી આપવામાં આવેલ છે, જે બદલ અમરેલી નાયબ કાર્યપાલક ઈજનેરનો તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ આભાર વ્યક્ત કર્યો છે.
Recent Comments