ગાવડકા ચોકડીથી ચલાલા તરફ જતા રોડમાં દાણ ફેક્ટરી પાસે શેત્રુંજી નદીની ઉપર ગાવડકાનો મેજર બ્રિજ આવેલો છે, છેલ્લા ઘણા સમયથી આ બ્રિજની એક સાઇડની અડધી રેલિંગ તૂટી ગયેલ હતી, જેને લીધે ત્યાંથી પસાર થતા વાહનચાલકોને સતત ભ સતાવી રહ્યો હતો અને ગમે ત્યારે મોટો અકસ્માત થવાની શક્યતાઓ રહેલી હતી, આ બ્રીજ ઉપર રાત્રિના સમયે તો મોટા વાહનોમાં આંખ આંજી દે તેવી સફેદ એલઇડી લાઇટના કારણે નાના વાહન ચાલકોને તૂટેલી રેલીંગ પાસેથી બહુ જ ધ્યાન રાખીને પસાર થવું પડે છે, જો સહેજ પણ ચૂક થઈ જાય તો નાના વાહન ચાલકો તૂટેલી રેલિંગના કારણે પુલ ઉપરથી નીચે પટકાતા વાર લાગે તેમ નથી અને જેને લીધે બહુ જ મોટો ગંભીર અકસ્માત સર્જાવાની શક્યતાઓ રહેલી હતી, આમ વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓ તથા તેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અને સ્થિતિની ગંભીરતા સમજીને તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ કાર્યપાલક ઇજનેરશ્રીને રજૂઆત કરીને તાત્કાલિક ધોરણે ગાવડકા શેત્રુંજી નદી ઉપરના મેજર બ્રિજની તૂટેલી રેલીંગ રીપેરીંગ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી, જેના અનુસંધાને આ બ્રિજની તૂટેલી રેલિંગનું રીપેરીંગ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે, મુસાફરો તથા વાહન ચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ બ્રિજની તૂટેલી રેલીંગનુ રીપેરીંગ કામ તત્કાલ શરૂ કરાવવા બદલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ કાર્યપાલક ઇજનેરશ્રીનો આભાર વ્યક્ત કર્યો છે.
ગાવડકાના પૂલની રેલિંગનું રીપેરીંગ કામ શરૂ કરાવતા- તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી

Recent Comments