ભાવનગર

ભાવનગર જિલ્લામાં તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા. ૨૪ માર્ચના રોજ યોજાશે

માર્ચ – ૨૦૨૬નો તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા. ૨૪/૦૩/૨૦૨૬ (મંગળવાર) ના રોજ
સંબંધિત મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવનાર છે. જેમાં જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલ ઘોઘા
ખાતે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હનુલ ચૌધરી ભાવનગર સીટી તથા પોલીસ અધિક્ષકશ્રી નીતિશ કુમાર પાંડેય
શિહોર ખાતેનાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમજ અન્ય તાલુકાનાં સ્વાગત કાર્યક્રમનું વર્ગ-૧ના
અધિકારીશ્રીઓ સંચાલન કરશે અને લોકોના પ્રશ્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે.
જાહેર જનતાને સર્વિસ મેટર, નિતી વિષયક, કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયનાં પડતર પ્રશ્નો/રજુઆત,
જે પોતાને લગત હોય તે અંગેની અરજીઓ આધાર પુરાવા તથા પોતાનાં પુરા નામ-સરનામા અને મોબાઈલ નંબર
સાથે તા.૧૦/૦૩/૨૦૨૬ સુધીમાં સંબંધિત તાલુકા મામલતદાર કચેરીએ તથા ગ્રામ્ય કક્ષાએ સંબંધીત તલાટી કમ
મંત્રીશ્રીને રજુ કરવા અનુરોધ કરવામાં આવે છે.

Related Posts