ભાવનગર

ભાવનગર જિલ્લાના તમામ ગામોમાં કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાનીના સર્વેની કામગીરી પૂર્ણ

રાજ્યના વિવિધ જિલ્લાઓની સાથે સાથે ભાવનગર જિલ્લામાં છેલ્લા કેટલાંક દિવસોમાં થયેલાં કમોસમી વરસાદને
કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે.
ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ બાદ હાથ ધરવામાં આવેલી સર્વેની કામગીરીની વિગતો આપતાં જિલ્લા
ખેતીવાડી અધિકારી શ્રી મહંમદ રીઝવાન ઘાંચીએ જણાવ્યું કે, ઓક્ટોબર-૨૦૨૫થી ભાવનગર જિલ્લામાં વિવિધ
જગ્યાઓએ કમોસમી વરસાદ થયો હતો, જેના કારણે કપાસ અને મગફળી સહિત શાકભાજીના પાકો સાથે અન્ય
પાકોમાં પાક નુકસાનીની રજૂઆતો ખેડૂતો તરફથી મળી હતી. જે અન્વયે સરકારશ્રીની સુચનાથી ભાવનગર જિલ્લામાં
ગ્રામ સેવક (ખેતી), તલાટી કમ‌‌ મંત્રી તેમજ અન્ય વર્ગ-૩ના કર્મચારીઓની ટીમો બનાવીને સર્વે કરવાની કામગીરી
હાથ ધરવામાં આવી હતી.
તેમણે કહ્યું કે, રાજ્ય સરકારશ્રીની સૂચનાના પગલે વિવિધ ગામના સરપંચશ્રીઓ અને ખેડૂત આગેવાનો સાથે સંકલન
કરી વિલેજ યુનિટ સર્વે કરવાની પ્રક્રિયાનો આરંભ કરવામાં આવ્યો હતો.
જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં તમામ ૧૦ તાલુકા અને
એક સિટી સહિત કુલ-૧૧ તાલુકાઓમાં ૬૯૯ જેટલાં તમામ ગામોમાં સર્વેની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે.
સર્વેના‌ આધારે જિલ્લાના તમામ ગામોનો અહેવાલ તૈયાર કરી સરકારશ્રીને સુપ્રત કરવામાં આવશે તેમ જિલ્લા
ખેતીવાડી અધિકારીશ્રીએ જણાવ્યું હતું.

Related Posts