સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ કાછડીયા
સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામના ખેડૂતો દ્વારા પાણી પુરવઠા યોજના અંતર્ગત ચાલતા કામમાં રૂકાવટ લાવતા આ પ્રશ્નની જાણ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જીતુભાઈ કાછડીયા ને થતા તેઓએ સાવરકુંડલા વિસ્તારના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાની સૂચના અને માર્ગદર્શન નીચે ખેડૂતોને તથા અધિકારીઓને સાથે રાખી સ્થળ ઉપર સમજાવટ કરી અને આ પ્રશ્નનું સુખદ સમાધાન કરાવી વિકાસના કામને આગળ વધારવાનો પ્રયાસ કરવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે અને આ પ્રશ્નના નિકાલથી લોકોમાં ગેરસમજ જે હતી તે દૂર કરાવી ખેડૂતોને થતા પાકના નુકસાનનો નિયમો મુજબ વળતર સહાય મળે તેવી અધિકારીઓ તરફથી પણ સંમતિ આપતા આ પ્રશ્નનું સુખદ સમાધાન કરવામાં આવેલ છે આ કાર્યવાહીમાં તાલુકા પંચાયત સાવરકુંડલાના પ્રમુખશ્રી જીતુભાઈ કાછડીયા તથા સાવરકુંડલા તાલુકાના સરપંચ એસોસિએશનના પ્રમુખશ્રી હિતેશભાઈ ખાત્રાણી તથા ખેડૂતો અને ગામ આગેવાનો સાથે પાણી પુરવઠાના અધિકારીઓ પણ હાજર રહેલ હતા.
Recent Comments