રાષ્ટ્રીય

રોહિત શેટ્ટી દ્વારા બનાવાઈ રહેલી રાકેશ મારિયાની બાયોપિકમાં જ્હોન અબ્રાહમ સાથે જાેવા મળશે તમન્ના ભાટિયા

ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ખ્યાતનામ અભિનેત્રી તમન્ના ભાટિયાએ અભિનેતા જ્હોન અબ્રાહમ સાથે નવી ફિલ્મ સાઈન કરી છે. રોહિત શેટ્ટી મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર રાકેશ મારિયાની બાયોપિક બનાવી રહ્યો છે.
આ ફિલ્મમાં તમન્ના રાકેશ મારિયાનાં પત્ની પ્રીતિ મારિયાની ભૂમિકામાં દેખાશે.
અભિનેતા જ્હોન અને તમન્ના બીજી વાર સ્ક્રીન શેર કરવાની છે. આ પહેલાં તમન્નાએ જાેન અબ્રાહમની ‘વેદા‘ ફિલ્મમાં પણ એક ટૂંકી ભૂમિકા ભજવી હતી. તમન્ના આજકાલ ધડાધડ ફિલ્મો સાઈન કરી રહી છે. તેણે થોડા દિવસો પહેલાં જ ‘નો એન્ટ્રી ટૂ‘ પણ સાઈન કરી હોવાના અહેવાલો હતા.

Related Posts