ડીએમકે સુપ્રીમો અને તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને લોકસભામાં પસાર થયેલ વક્ફ બિલ અંગે એક મોટી જાહેરાત કરતાં કહ્યું હતું કે, અમે આ બિલ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીશું.
મુખ્યમંત્રી એમકે સ્ટાલિને તમિલનાડુ વિધાનસભામાં આ બાબતે જણાવ્યું હતું કે, અમે વક્ફ બિલની ટીકા કરીએ છીએ. તમિલનાડુ આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં લડશે અને આ લડાઈમાં સફળતા મેળવશે. લોકસભામાં બિલને મંજૂરીના વિરોધમાં ડીએમકેના ધારાસભ્યોએ વિધાનસભામાં કાટી પટ્ટીઓ બાંધી રોષ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી સ્ટાલિને સદનને યાદ અપાવ્યું કે, ૨૭ માર્ચે તમિલનાડુ વિધાનસભામાં વક્ફ સંશોધન બિલને પાછું ખેંચવાનો આગ્રહ કરતાં એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, આ બિલ ધાર્મિક સદ્ભાવનાને નબળી પાડે છે. અને લઘુમતી મુસ્લિમ સમુદાય પર પ્રતિકૂળ અસર ઉભી કરે છે. ભારતભરમાં મોટાભાગના રાજકીય પક્ષોએ આ બિલનો વિરોધ કર્યો છે. તેમ છતાં લોકસભામાં તેને મંજૂરી મળી. તે અત્યંત નિંદનીય છે. ભલે તેને લોકસભામાં મંજૂરી મળી હોય પરંતુ તેની વિરૂદ્ધ પણ મોટી સંખ્યામાં મત પડ્યા હતા, તેને નજરઅંદાજ કરી શકાય નહીં.
વહૂમાં મુખ્યમંત્રી સ્ટાલિને કહ્યું હતું કે, દેશના મોટાભાગના રાજકીય પક્ષોના વિરોધને નજરઅંદાજ કરતાં મોડી રાત્રે બે વાગ્યે આ સંવેદનશીલ કાયદો રજૂ અને મંજૂર કરવાની રીત ખોટી છે. તે બંધારણ પર સીધો પ્રહાર છે. અને સાંપ્રદાયિક સદ્ભાવના બગાડવાનો પણ પ્રયાસ છે. અમે આ બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારીશું, તેની વિરૂદ્ધ કાયદાકીય અને રાજકીય લડાઈ ચાલુ રાખીશું.
તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને ગઈકાલે લોકસભામાં વક્ફ બિલને મંજૂરી મળતાં ટીકા કરી

Recent Comments