અમદાવાદના તાંત્રિકે સોડિયમ પાવડર પીવડાવીને પ્રેમિકાના કર્યા કટકા
પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે તાંત્રિકે ૧૩ વર્ષમાં ૧૨ લોકોની કરી હત્યા કરી હોવાનું કબૂલ્યું અમદાવાદમાં થયેલી એક ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યું છે. એક તાંત્રિકે પોતાની પ્રેમિકાની હત્યા કરીને તેના શરીરના ટુકડા કરી નાખ્યા હતા અને એ ટુકડાઓને વાંકાનેરમાં જઈને દાટી દીધા હતા. આ ઘટનાએ લોકોમાં ભારે ભય અને ચિંતા ફેલાવી દીધી છે. અમદાવાદ પોલીસ દ્વારા થોડા સમય પહેલા તાંત્રિક નવલસિંહ કનુભાઈ ચાવડાની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પૂછપરછ દરમિયાન તેણે ૧૩ વર્ષમાં ૧૨ લોકોની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું, જાેકે ત્યાર બાદ આ તાંત્રિકનું હાર્ટૃ-એટેકથી મોત થયું હતું. જાે કે, તાંત્રિક નવલસિંહ ચાવડાએ કરેલ હત્યાઓ પૈકી એક હત્યા તેની પ્રેમિકાની પણ કરી હતી. તેણે તેના શરીરના કટકા કરીને પ્લાસ્ટિકના કોથળામાં ભરીને તેને વાંકાનેર શહેર નજીક દાટી દીધા હોવાનું સામે આવ્યું હતું. જેથી અમદાવાદ પોલીસ ગત બુધવારે વાંકાનેર પહોંચી હતી
અને વાંકાનેર પોલીસને સાથે રાખીને વાંકાનેરમાં આવેલ વીસીપરા ફાટક પાસેથી સરધારકા તરફ જવાના રસ્તા ઉપર ફાટક પાસે ખોદકામ કર્યું હતું. આરોપી તાંત્રિક નવલસિંહ ચાવડાએ નગમાની હત્યા તેના વઢવાણ ગામે આવેલા મકાનમાં કર્યા બાદ તેના શરીરના ટુકડા કોથળામાં ભરીને ૯૯ કિલોમીટર દૂર વાંકાનેર સુધી લઈને આવ્યો હતો અને ત્યાં લાશનો જમીનમાં દાટીને નિકાલ કર્યો હતો. તાંત્રિક નવલસિંહ ચાવડાએ પોતાની પ્રેમિકા નગમાબેન કાદરભાઈ મુકાસમ સાથેના પ્રેમ સંબંધમાં લગ્ન કરવાની ના પાડતા નગમાબેનને હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ તેણે નગમાબેનના શરીરના ટુકડા કરીને પ્લાસ્ટિકના કોથળામાં ભરીને વાંકાનેર લઈ ગયો હતો
અને ત્યાં જઈને એક ખાડામાં દાટી દીધા હતા. પોલીસની પૂછપરછ દરમિયાન તાંત્રિક નવલસિંહ ચાવડાએ કબૂલ્યું હતું કે તેણે નગમાબેનને હત્યા કરી હતી અને તેના શરીરના ટુકડા કરીને દાટી દીધા હતા. તેણે પોતાના ભાણેજની મદદથી આ કૃત્ય કર્યું હતું. એ લાશને થોડાં દિવસો પહેલાં અમદાવાદ અને વાંકાનેર પોલીસે ખાડો ખોદીને બહાર કાઢી હતી અને ત્યારે જમીનમાંથી મૃતક યુવતીની ખોપરી સહિતના અવશેષો પોલીસે કબજે કર્યા હતા. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી અને તાંત્રિક નવલસિંહ ચાવડા અને તેના પરિવારના લોકો સામે કેસ નોંધ્યો. પોલીસને તપાસ દરમિયાન મળેલા પુરાવાઓના આધારે તાંત્રિક નવલસિંહ ચાવડાએ નગમાબેનની હત્યા કરી હોવાની વાત સાબિત થઈ. પોલીસે તાંત્રિક નવલસિંહ ચાવડા, તેની પત્ની સોનલબેન અને તેના ભાણેજ શક્તિરાજ ભરતભાઈ ચાવડા સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓ સામે હત્યા અને અન્ય ગુનાઓની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ અંગેની આગળની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.વી.ઘેલા ચલાવી રહ્યા છે.
Recent Comments