અમરેલી

જળનાં ટીપા ટીપાથી નિર્માણ થયાંની કથા ધરાવતાં ટપકેશ્વર મહાદેવ

ગીરક્ષેત્રમાં પર્વતમાળા ગુફામાં શાંતિની અનુભૂતિ કરાવતું આસ્થા સ્થાન એટલે ટપકેશ્વર મહાદેવ. જળનાં ટીપા ટીપાથી નિર્માણ થયાંની કથા ધરાવતાં ટપકેશ્વર મહાદેવ તીર્થ ભાવિકો માટે આકર્ષણ ધરાવે છે.

શિવ એટલે કણ કણમાં વ્યાપ્ત તત્ત્વ છે. મહાદેવ શિવજી તેનાં વિવિધ સ્વરૂપો સાથે ભાવિક સાધકોને મનની શાંતિ આપે છે. ગીરક્ષેત્રમાં પર્વતમાળા ગીર ગઢડા પાસે ગુફામાં શાંતિની અનુભૂતિ કરાવતું આસ્થા સ્થાન એટલે ટપકેશ્વર મહાદેવ રહેલ છે.

વન વિભાગનાં જરૂરી નિયમન સાથે આ તીર્થ યાત્રિકો માટે ખૂબ જ આસ્થાનું સ્થાન રહ્યું છે. આ ગુફામાં સતત જળ બિંદુઓ ટપક્યાં કરે છે અને નીચે એક બે નહી અનેક શિવલિંગ નિર્માણ થયેલાં નિહાળવા મળે છે. આમ, જળનાં ટીપા ટીપાથી નિર્માણ થયાંની કથા ધરાવતાં ટપકેશ્વર મહાદેવ તીર્થ ભાવિકો માટે આકર્ષણ ધરાવે છે. 

શિવ શ્રધ્ધા અને આપણી આસ્થાની કથાઓ સાથેનાં આ ક્ષેત્રમાં પ્રકૃતિનું પ્રસન્ન છતાં આધ્યાત્મિક શાંતિ ધરાવતું અને પક્ષીઓનાં અવનવાં કલરવનાં આ તીર્થમાં સૌ કોઈ પર્યાવરણીય ક્ષતિ ન કરે તે પણ શિવપૂજન જ લાગી રહ્યું છે.

Related Posts