TATA મોટર્સ હવે કંઈક નવું કરવાની તૈયારીમાં દેખાઈ રહી છે, શું છે હકીકત?.. જાણો
ટાટા મોટર્સ દેશમાં પોતાના ઇલેક્ટ્રિક વાહન વ્યવસાયને વધુ મજબૂત બનાવવા માટે ૧ બિલિયન ડોલર ભેગા કરવાની યોજના બનાવી રહી છે. એના માટે કંપની લગભગ ૧૦.૫ બિલિયન ડોલરની ભાગીદારી રકમ વેચવાની તૈયારી કરી રહી છે. ટાટા મોટર્સે આ બાબતે સોવરેન વેલ્થ ફંડ અને ઇકવીટી રોકાણકારો સાથે વાતચીત શરુ કરી દીધી છે. કંપનીનો પ્લાન?.. તે જાણો.. ઇકોનોમિક ટાઇમ્સના રિપોર્ટ મુજબ સોવરેન વેલ્થ ફંડ અને રોકાણકારોમાં સંયુક્ત આરબ અમીરાત સ્થિત ઈડ્ઢૈંછ, મુબાડાલા રોકાણ કંપની, સાઉદી અરબ મુખ્યાલય સાર્વજનિક રોકાણ ભંડોળ, સિંગાપુરની ટેમાસેક હોલ્ડિંગ્સ, કેકેઆર અને જનરલ એટલાન્ટિક જાેડાયેલ છે. ૨૦૨૧માં ટાટા મોટર્સે ્ઁય્ અને અબુધાબી સ્ટેટ હોલ્ડિંગ કંપની પાસેથી પોતાના ઈફ યુનિટ માટે ૧ બિલિયન ડોલર મેળવ્યા હતા. કંપનીએ આ રકમ ૯ બિલિયન ડોલરના વેલ્યુએશન પર મેળવી હતી
. ટાટા મોટર્સ આવનારા ૫ વર્ષમાં પોતાના ઇલેક્ટ્રિક વાહનના વ્યવસાયમાં ૨ બિલિયન ડોલરથી વધુની રકમના રોકાણ માટે પ્લાનિંગ કરી રહી છે. શું રહ્યાં ત્રિમાસિક પરિણામો?.. તે જાણો.. ડિસેમ્બર ત્રિમાસિક પરિણામમાં ટાટા મોટર્સે ૩,૦૪૩ કરોડનો નેટ પ્રોફિટ કર્યો છે. ૨૧ મહિના બાદ કંપનીને પહેલીવાર પ્રોફિટ થયો છે. કંપનીની કુલ આવક વધીને ૮૮,૪૮૯ કરોડ કરોડ રૂપિયા થઇ ગઈ. પાછળના નાણાકીય વર્ષમાં સરખા સમયગાળામાં આ આવક ૭૨,૨૨૯ કરોડ થઇ હતી. આ સિવાય ગુરુવારે ટાટા મોટર્સના શેરમાં પણ ઉછાળો જાેવા મળ્યો છે. આ દરમ્યાન કંપનીનો શેર ૦.૬૩% વધતા ૪૩૪ રૂપિયા પર પહોંચી ગયો.
Recent Comments