ગુજરાત

PMJAY યોજનાના નિયમોનું ઉલ્લંઘન કરનાર ૪ હોસ્પિટલો પર તવાઈ, ત્રણ ગણો દંડ ફટકાર્યો

આરોગ્ય વિભાગ દ્વારા ગુજરાતમાં ઁસ્-ત્નછરૂ યોજના હેઠળ આવતી તમામ હોસ્પિટલમાં તપાસ હાથ ધરી
ખ્યાતિ હોસ્પિટલકાંડના પડઘા ગુજરાતભરમાં પડ્યા છે. જેના પગલે આરોગ્ય વિભાગ દ્વારા ગુજરાતમાં ઁસ્-ત્નછરૂ યોજના હેઠળ આવતી તમામ હોસ્પિટલમાં તપાસ હાથ ધરી છે. ઁસ્ત્નછરૂ યોજનાના નિયમોનું ઉલ્લંઘન કરનાર હોસ્પિટલો પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. જે હોસ્પિટલો દ્વારા ઁસ્ત્નછરૂ યોજનાના નિયમોનું ઉલ્લંઘન કરી દર્દીઓ પાસેથી પૈસા લીધા હતા તેમના પર કડકડ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જેમાં મહેસાણા જિલ્લાની ૪ હોસ્પિટલને ૫ ગણો દંડ ફટકારવામાં આવ્યો છે. દર્દીઓ પાસેથી ૪ હોસ્પિટલે ડિપોઝિટ સહિત ચાર્જ વસૂલ્યો હતો. જેના પગલે ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં પેનલ્ટીનો હુકમ કરવામાં આવ્યો છે. ૭ દિવસમાં પેનલ્ટી જમા નહીં કરાવે તો પગલા લેવામાં આવશે. કડીની ભાગ્યોદય હોસ્પિટલને ૧.૧૦ લાખની પેનલ્ટી ફટકારવામાં આવી છે. મહેસાણાની લાયન્સ હોસ્પિટલ ૬૫,૪૩૫ને દંડ ફટકારવામાં આવ્યો છે. તેમજ નૂતન જનરલ હોસ્પિટલને ૪૫,૮૫૦નો દંડ કરવામાં આવ્યો છે. શંકુઝ હોસ્પિટલને પણ ૬૫૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે. યોજનાની માર્ગદર્શિકા મુજબ પગલા લેવામાં આવશે. વિસનગરની ક્રિષ્ના મલ્ટી હોસ્પિટલને નોટિસ આપવામાં આવી છે. ૧.૧૪ લાખ દર્દીને પરત કરવા નોટિસ અપાઈ છે. એપેંડીક્સ ઓપરેશન યોજનામાં ના થઈ શકે કહી દર્દી પાસે પૈસા લીધા હતા. ક્રિષ્ના મલ્ટી હોસ્પિટલને દર્દીને ૭ દિવસમાં રકમ પરત કરવા નોટિસ આપવામાં આવી છે.

Related Posts