સાવરકુંડલા નગરપાલિકા દ્વારા હવે કરવેરા વસૂલાતની સઘન કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અનુસંધાને સરકારશ્રી અને ચીફ ઓફિસરની કડક સૂચના મુજબ બાકી નીકળતા કરવેરાની વસૂલાત સંદર્ભે સાવરકુંડલા નગરપાલિકા પૂર્ણતયા એક્શન મોડમા આવી કડક વસૂલાત અભિયાન શરૂ કર્યું છે. આ સંદર્ભે સાવરકુંડલા નગરપાલિકા કર્મચારીઓની છ ટીમ બનાવવામાં આવી છે અને આ ટીમ દ્વારા બાકી નીકળતા કરવેરા સંદર્ભે વેરાધારકોને નોટિસ બજાવી કડક વસૂલાત હાથ ધરવામાં આવી રહી છે જરૂર જણાય તો નળ કનેકશન કાપી નાખવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. ખાસ નોંધનીય બાબત તો એ છે કે આ ટીમો દ્વારા ઘર ઘર, દુકાને દુકાને, ડોર ટુ ડોર જઈને વેરા વસુલાતની ઉઘરાણી કાર્યવાહી હાથ ધરાઈ છે. અને જરૂર જણાય તો હવે પછીના વેરા વસુલાતની ઝૂંબેશને વધુ સખ્તાઈથી લાગુ કરવાનું પણ શરૂ કરવામાં આવશે એવું નગરપાલિકા દ્વારા જણાવવામાં આવેલ છે. એટલે વેરા વસુલાત માટે નગરપાલિકા દ્વારા લેવામાં આવતાં વેરાની વસુલાતના ભાગરૂપે બાકી વેરાધારકોના મિલકતને સીલ મારવાની કે જપ્તીની કડક કાર્યવાહી પણ તારીખ ૨૦-૧૨-૨૫ બાદ શરૂ થવાની હોય વેરાધારકોએ વહેલી તકે નગરપાલિકા દ્વારા લેવામાં આવતાં તમામ પ્રકારના વેરા સમયસર વહેલી તકે ચૂકવી દેવા જરૂરી છે.
સાવરકુંડલા નગરપાલિકા દ્વારા કરવેરા વસૂલાત ઝૂંબેશ..વેરા વસુલાત સંદર્ભે તંત્ર હવે પૂર્ણ એક્શન મોડમાં

















Recent Comments