ઉમરાળા ના ટીંબી માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી શ્રી નિર્દોષાનંદ હોસ્પિટલને રૂા.ર (બે) કરોડની માતબર રકમનું અનુદાન પ્રાપ્ત સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગર) માં આરોગ્યલક્ષી સેવાકાર્યથી સંપૂર્ણ માહિતગાર અને પ્રભાવિત એવા મુ. કડી નાં વતની ગાંધીનગર સ્થિત શ્રી વલ્લભભાઈ માણેકલાલ પટેલ (પ્રેસીડેન્ટથી, કડી સર્વ વિશ્વ વિદ્યાલય ગાંધીનગર) કે જેઓ ઇન્ડીયન રેલ્વે ફાઈનાન્સ કોર્પોરેશનનાં બોર્ડ ઓફ ડિરેક્ટરમાં CSR ફંડ કમીટીનાં સ્વતંત્ર નિર્દેશક ડિરેક્ટર તરીકેની જવાબદારી સંભાળે છે. જેઓનાં અથાગ પ્રયત્નોથી ઇન્ડીયન રેલ્વે ફાઈનાન્સ કોર્પોરેશન (IRFC) – નવી દિલ્હી દ્વારા ગત્ વર્ષનાં CSR ફંડમાંથી રૂા.૨,૦૦,૮૫,૦૯૯/- અંકે રૂપિયા બે કરોડ પંચાસી હજાર નવાણું પુરા જેવી માતબર રકમનું અનુદાન હોસ્પિટલનાં દર્દીઓનાં લાભાર્થે મંજુર કરેલ છે.
આવી માતબર રકમની સહાય આપવા બદલ ઇન્ડીયન રેલ્વે ફાઈનાન્સ કોર્પોરેશન (IRFC) નવી દિલ્હી નાં બોર્ડ ઓફ ડિરેક્ટરનાં તમામ સભ્યશ્રીઓ તેમજ હોદ્દેદારશ્રીઓનો હોસ્પિટલ ટ્રસ્ટીમંડળએ હદયપૂર્વકનો આભાર માનેલ છે.આ કાર્યમાં નિમીત્ત બની સંપૂર્ણ સહયોગ આપનાર શ્રી વલ્લભભાઈ પટેલ (સરદાર) શ્રીનું ગાંધીનગર મુકામે વહીવટકર્તા ટ્રસ્ટી/ઉપપ્રમુખ-બી.એલ. રાજપરા અને ટ્રસ્ટી-તુષારભાઈ વિરડીયા (CA) દ્વારા રાગુરુદેવનાં ‘જીવનચરિતામૃત’ ગ્રંથ અને શાલ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવેલ.

















Recent Comments