fbpx
રાષ્ટ્રીય

TDPએ કહ્યું- પહેલા સહી કરો, કહો કે બાલાજીમાં વિશ્વાસ છે; જ્યારે તેઓ CM હતા ત્યારે સહી કર્યા વગર જ મંદિરમાં જતા હતા

YSR કોંગ્રેસ પાર્ટીના ચીફ અને આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ જગન મોહન રેડ્ડી 28 સપ્ટેમ્બરે ભગવાન વેંકટેશ્વર મંદિરના દર્શન કરશે. તિરુપતિ પ્રસાદમમાં પશુઓની ચરબીની ભેળસેળના આરોપો વચ્ચે જગને મંદિરમાં વિશેષ અનુષ્ઠાન કરવાની જાહેરાત કરી છે.જગનની આ જાહેરાત બાદ TDPએ કહ્યું છે કે તેમને ત્યારે જ મંદિરમાં એન્ટ્રી મળશે, જ્યારે તેઓ મંદિરના ઘોષણાપત્રમાં સહી કરશે, જેમાં લખેલું છે કે તેમને ભગવાન બાલાજીમાં વિશ્વાસ છે​​​​​​​. પાર્ટીનો આરોપ છે કે આટલા વર્ષોથી તેઓ સહી કર્યા વગર જ મંદિરમાં જતા હતા.ખરેખરમાં, હિન્દુઓ સિવાય અન્ય ધર્મના લોકો કે જેઓ ભગવાન બાલાજીના દર્શન કરવા માગે છે, તેમના માટે તિરુપતિ મંદિરમાં ઘોષણાપત્ર પર સહી કરવાની પરંપરા છે. એપી રેવન્યુ સેટલમેન્ટ-1 હેઠળ, બિન-હિન્દુઓએ દર્શન કરતા પહેલા વૈકુંઠમ સંકુલમાં આ ઘોષણાપત્ર પર સહી​​​​​​​ કરવી જરૂરી છે.અહીં, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) એ તમિલનાડુની AR ડેરી સામે તિરુપતિ પૂર્વ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જે ભેળસેળયુક્ત ઘી આપ્યું છે. આ કેસ આજે SITને સોંપવામાં આવી શકે છે.

TDP સરકારે જૂન 2024માં વરિષ્ઠ IAS અધિકારી જે શ્યામલા રાવને તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ના નવા કાર્યકારી અધિકારી તરીકે નિયુક્ત કર્યા હતા. તેમણે પ્રસાદમની ગુણવત્તા તપાસવાનો આદેશ આપ્યો. આ માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી.કમિટીએ પ્રસાદનો સ્વાદ અને ગુણવત્તા સુધારવા માટે ઘણાં સૂચનો આપ્યાં હતાં. તેમજ ઘીના નમૂના ટેસ્ટિંગ માટે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB), ગુજરાત મોકલવામાં આવ્યા હતા. જુલાઈમાં સામે આવેલા રિપોર્ટમાં ફેટનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.આ પછી, TTDએ તામિલનાડુના ડીંડીગુલની એઆર ડેરી ફૂડ્સ દ્વારા મોકલવામાં આવેલ ઘીનો સ્ટોક પરત કર્યો અને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી દીધો. આ પછી TTDએ કર્ણાટક મિલ્ક ફેડરેશન પાસેથી ઘી ખરીદવાનું શરૂ કર્યું હતું.જૂના સપ્લાયર પાસેથી 320 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઘી ખરીદવામાં આવતું હતું. હવે તિરુપતિ ટ્રસ્ટ કર્ણાટક કો-ઓપરેટિવ મિલ્ક ફેડરેશન (KMF) પાસેથી 475 રૂપિયા પ્રતિ કિલોના દરે ઘી ખરીદી રહ્યું છે.ઘીની શુદ્ધતા પરીક્ષણ લેબ NDDB CALF (આણંદ, ગુજરાત) ઘીની શુદ્ધતા ચકાસવા માટે તિરુપતિને એક મશીન દાનમાં આપવા સંમત થઈ છે. તેની કિંમત 75 લાખ રૂપિયા છે.લાડુનો વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે સીએમ ચંદ્રબાબુ નાયડુએ 18 સપ્ટેમ્બરે આરોપ લગાવ્યા હતા કે YSR કોંગ્રેસ સરકાર દરમિયાન તિરુપતિ મંદિરના લાડુમાં પશુની ચરબી, વનસ્પતિ તેલ અને માછલીનું તેલ ભેળવવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts