વડોદરામાં શિક્ષકો અને સરકારી અધિકારી બે હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપાઈ જતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જે શિક્ષકો નાના ભૂલકાઓને સંસ્કારના પાઠ શિખવતા હોય છે તે જ શિક્ષકો હવે લાંચ લેતા પકડાઈ ગયાં છે. છઝ્રમ્એ પાંચ આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર મામલે મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વડોદરા જિલ્લાના ડભોઈના વસઈની સરકારી શાળામાં ઓડિટ માટે સરકારી ઓડિટર જયશ્રી સોલંકી આવ્યા હતા. ૨૦૨૧-૨૨ના વર્ષનું ઓડિટ કરવામાં આવ્યું હતું. જેનો રિપોર્ટ આવવાનો બાકી હતો. તેઓએ ઓડિટર ને ૪૦ હજાર આપવાનું કહ્યું હતું. જેમાં ૨૦ સ્કૂલો માટે આચાર્ય દીઠ ૨ હજાર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ફરિયાદી આચાર્ય લાંચ આપવા માંગતા નહીં હોવાથી તેમણે છઝ્રમ્નો સંપર્ક કર્યો હતો.
ફરિયાડી ની અરજી બાદ છઝ્રમ્ની ટીમ દ્વારા લાંચિયાઓને પકડી પાડવા માટે છટકું ગોઠવ્યું હતું. આ છટકા દરમિયાન એસીબીએ ચાર શિક્ષકો અને એક સરકારી અધિકારીને લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યા હતાં. જેમાં વસઈ પ્રાથમિક શાળા ડભોઈના આચાર્ય ઘનશ્યામ પટેલ , નિવૃત શિક્ષક બુદ્ધિસાગર પટેલ, ડભોઈની ખૂંધીયાપુરા પ્રા.શાળાના આચાર્ય મહેન્દ્રસિંહ સોલંકી, નિવૃત શિક્ષક મુકુંદ ચૌહાણ અને સરકારી ઓડિટર જયશ્રી સોલંકીની ધરપકડ કરાઈ હતી.
વડોદરામાં શિક્ષકો અને સરકારી અધિકારી ૨ હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપાયા

Recent Comments