અમરેલીના ચક્કરગઢ રોડ સ્થિત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ ખાતે તા. ૦૫ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિનની ઉજવણીનું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમમાં જિલ્લા તથા તાલુકા કક્ષાએ પસંદગી પામેલા શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક એનાયત કરીને તેમને સન્માનિત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, તાલુકા કક્ષાએ પ્રાથમિક શાળા શિક્ષક પારિતોષિક કેડરમાં રાજુલાના સમઢીયાળા-૧ની પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી સોનલબેન ડાભી, લીલીયાના અંટાળીયાની પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી દીક્ષિત સરવૈયા અને સાજણટીંબાની પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી વર્ષાબેન શાહ, લાઠીના ધ્રુફણીયા પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી અપેક્ષાબેન બગસરીયા, અમરેલીના હરીપુરા પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી હિમાંશુ કુમાર જોશી, સાવરકુંડલાના ડેડકડી પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી સમાબેન બલોચ ઉપરાંત જિલ્લાકક્ષા પ્રાથમિક શાળા શિક્ષક પારિતોષિક કેડરમાં લીલીયાના બવાડી પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી વરૂણકુમાર દવે, સાવરકુંડલાના ગાધકડા ક્લસ્ટર સી.આર.સી કેડરમાં શિક્ષક શ્રી મયુરભાઈ દેસાઈ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક પારિતોષિક કેડરમાં શ્રી ટીનાબેન ધરમશીભાઈ ભૂતને શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો પારિતોષિક એનાયત કરવામાં આવશે તેમ અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Recent Comments